દિલ્હી પોલીસ કિશોરના માતા પિતા સાથે અમદાવાદ રવાના થઈ
અમદાવાદના વસ્ત્રાપુર પાસેથી પોલીસને 17 વર્ષનો કિશોર પોલીસ સ્ટેશનના સામેથી મળી આવ્યો હતો. પોલીસે આ કિશોરની પુછપરછ કરતા તે દિલ્હી રહેતો હોવાનું સામે આવ્યું છે અને ધોરણ 12માં અભ્યાસ કરે છે. જો કે, તે પરીક્ષા આપવા માટે ગયો હતો પરતું તે પાછો ઘરે પરત ન ફરતા તેના માતા પિતાએ દિલ્હીમાં પોલીસ ફરિયાદ દાખલ કરાઈ હતી.
આ બનાવની મળતી માહિતી પ્રમાણે, વસ્ત્રાપુર પોલીસની શી ટીમ સવારે પેટ્રોલિંગ કરી રહ હતી. જો કે ટીમને પેટ્રોલિંગ દરમિયાન એક કિશોર વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનની સામેથી મળી આવ્યો હતો. ટીમે તેને જોતા તેની પુછપરછ કરી હતી. આ કિશોરે પોલીસ પુછપરછમાં જણાવ્યુ કે તે દિલ્હી રહે છે અને તે પરીક્ષા આપવા માટે ગયો હતો. જો કે, પરીક્ષા આપ્યા બાદ તે ઘરે જતો હતો તે વેળા ચાર અજાણ્યા શખ્સોએ તેનું અપહરણ કરી તેને ટ્રેન મારફતે અમદાવાદ લાવવામાં આવ્યો હતો.
કિશોરે આરોપીઓની નજર ચૂકતા જ તેમના શંકજામાંથી ફરાર થઈ ગયો હતો અને તે ભાગી વસ્ત્રાપુર આવી પહોંચ્યો હતો. કિશોરના માતા પિતા અને દિલ્હી પોલીસને વસ્ત્રાપુર પોલીસને જાણ કરી છે. ત્યારે તાપસ બાદ જ ખ્યાલ આવશે કે અપહરણનું સાચું કારણ શું હતું.
Trending Tags: