Thursday, Nov 30, 2023 Today’s Paper

પોલીસે ગણતરીની કલાકોમાં ત્રણ આરોપીને ઝડપી પાડ્યા

10 Nov, 21 99 Views

ઘરેલું બાબતમાં હત્યા કરાઈ

પાલનપુરમાં જાહેરમાં એક યુવકને મોતને ઘાટ ઉતારી દેતા પંથકમાં ભારે ચકચાર જોવા મળી રહી છે. જો કે, આ મર્ડરની જાણ પાલનપુર પશ્ચિમ પોલીસને થતા તેઓએ ગણતરીના કલાકોમાં જ આ ઘટનાને અંજામ આપનાર ત્રણ આરોપીને જેલ હવાલે કરી દીધા છે. આ મર્ડર ઘરેલું બાબતમાં થયું હોવાનું હાલ જાણવા મળી રહ્યું છે.

આ બનાવની મળતી માહિતી પ્રમાણે, પાલનપુર કોઝી વિસ્તારમાં ધોળે દિવસે જ યુવકને જાહેરમાં મોતના ઘાટ ઉતારી દેવામાં આવ્યો હતો. કોઝી વિસ્તારની એક હોસ્પિટલમાં જમાઈના ખબર અંતર પૂછવા આવેલા યુવકની ધોળે દિવસે જ ચકુના ઘા ઝીંકી હત્યા કરાઇ હતી. સમગ્ર મામલની જાણ પોલીસને થતા પોલીસે એક મહિલા સહીત બે શખ્સઓની અટકાયત કરી છે. પાલનપુરના કોઝી વિસ્તારમાં ગઇકાલે પાલનપુરના લુણવા ગામે રહેતા ગોપાલભાઈ વેડું નામનો યુવક પોતાના દીકરા સાથે જમાઈના ખબર અંતર પૂછવા આવ્યા હતા.

તે બાદ કોઝીના જીઆઈડીસી વિસ્તારના માર્ગ પર એક દુકાનના ઓટલા પર ઉભા હતા. તે સમયે આવેલા ત્રણ લોકોએ યુવકને ચાકુના ઘા ઝીંકી હત્યા કર્યા બાદ ફરાર થઈ ગયા હતા. જોકે ભરબજારે હત્યાની ઘટનાને લઇ ઘટના સ્થળે લોકોના ટોળે ટોળા ઉમટ્યા હતા. અને ઘટનાની જાણ પોલીસને થતાં પાલમપુર પશ્ચિમ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. મૃતદેહનો કબ્જો મેળવી મૃતદેહને પીએમ અર્થે ખસેડવામાં આવ્યો હતો.