Thursday, Aug 11, 2022 Today’s Paper

Swine Flu : કોરોના વચ્ચે નવી મુસીબત, સુરતમાં સ્વાઈન ફ્લૂના વધુ 5 કેસ દેખાયા

05 Aug, 22 28 Views

10 દર્દી શહેરની અલગ અલગ હોસ્પિટલમાં દાખલ, કુલ આંકડો 37એ પહોંચ્યો

સુરત : રાજ્યમાં કોરોના વધી રહેલા કેસ વચ્ચે ગુરુવારે સુરત શહેરમાં સ્વાઈન ફ્લૂના વધુ 5 કેસ નોંધાયા હતા, આ સાથે શહેરમાં સ્વાઈન ફ્લૂના કુલ કેસનો આંકડો 37 થયો હતો. બુધવારે સ્મીમેર અને નાના વરાછાની ખાનગી હોસ્પિટલમાં બે મહિલા દર્દી સારવાર દરમિયાન મોતને ભેટી હતી.

દરમિયાન ગુરુવારે શહેરમાં સ્વાઈન ફ્લૂના વધુ પાંચ કેસ નોંધાયા હતા. જેની સાથે શહેરમાં સ્વાઈન ફ્લૂના કુલ 37 કેસ થયા હતા. જે પૈકી 10 દર્દી શહેરની અલગ અલગ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. જ્યારે બે દર્દીની હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે.

સુરત શહેરમાં અત્યાર સુધીમાં સ્વાઈન ફ્લૂમાં ત્રણ મહિલા દર્દીના મોત થઈ ચૂક્યાં છે. પાલિકાના આરોગ્ય વિભાગના સૂત્રોએ કહ્યું હતું કે, સ્વાઈન ફ્લુના જે કેસ નોંધાઈ રહ્યાં છે. તેમાં મોટાભાગના દર્દી 40 વર્ષથી વધુની વયના છે. જ્યારે મૃત્યુ પામેલા દર્દીઓને ડાયાબિટીસ, પ્રેશર કે અન્ય બીમારીઓ હતી.

Trending Tags:

advertisment image