Saturday, Jun 10, 2023 Today’s Paper

Gujarat Election: ભરૂચમાં જેપી નડ્ડાએ કહ્યું, 'જો બાઈડેન માસ્ક પહેરે પરંતુ આપણે નહીં, વડાપ્રધાન મોદીને કારણે આ શક્ય બન્યું'

18 Nov, 22 72 Views

'ભારત ક્યારેય એરક્રાફ્ટ બનાવશે તેની આપણે કલ્પના પણ નહોતી કરી, હવે C-295 એરક્રાફ્ટ વડોદરામાં બનશે': જેપી નડ્ડા

Gujarat Election: ગુજરાત વિધાનસભા ચૂંટણી (Gujarat Assembly Elections)ને લઈને ભારતીય જનતા પાર્ટી (Bharatiya Janata Party) દ્વારા પ્રચાર અભિયાન જોરદાર ચાલી રહ્યું છે. ભાજપ (Gujarat BJP)ના સ્ટાર પ્રચારકો (Star campaigner) ગુજરાતમાં જાહેરસભા સંબોધી ભાજપને જીતાડવા કામે લાગ્યા છે. આ દરમિયાન ભરૂચ (Bharuch)માં આજે 18 નવેમ્બર, શુક્રવારે જાહેરસભામાં ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ જેપી નડ્ડા (JP Nadda) પહોંચ્યા હતા. આ રેલીને સંબોધતા જેપી નડ્ડાએ કહ્યું કે, 'અમેરિકા (America)ના રાષ્ટ્રપતિ જો બાઈડેન (Joe Biden) હજુ પણ માસ્ક પહેરીને ફરે છે અને આપણે માસ્ક (mask) વિના છીએ. આ બધું વડાપ્રધાન મોદી (Prime Minister Modi)ના કારણે શક્ય બન્યું છે.'

જેપી નડ્ડાએ વધુમાં કહ્યું કે, 'અમેરિકા અને યુરોપમાં દરેકને રસી મળી નથી, જ્યારે ભારતમાં દરેકને બૂસ્ટર ડોઝ મળી રહ્યો છે.' નડ્ડાએ વધુમાં કહ્યું કે, 'શીતળાની દવાને દેશમાં પહોંચતા 25 વર્ષ લાગ્યા. જયારે કોરોના રસીના ડોઝ તાત્કાલિક દેશની જનતા સુધી પહોંચ્યા.' જેપી નડ્ડાએ કહ્યું, છેલ્લી વખત જ્યારે રોગચાળો આવ્યો ત્યારે રોગ કરતાં ભૂખમરાથી વધુ લોકોના મોત થયા હતા. કોરોના દરમિયાન કોઈએ ભૂખ્યું ન સૂવું પડે, તેથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 'ગરીબ કલ્યાણ અન્ન યોજના' શરૂ કરી અને 80 કરોડ લોકોને રાશન આપવામાં આવ્યું.

જેપી નડ્ડાએ વધુમાં કહ્યું કે, 'કોરોનાને કારણે વિશ્વની અર્થવ્યવસ્થા ધીમી પડી હતી, પરંતુ આ વર્ષે ભારત આઝાદીના 75માં વર્ષમાં પ્રવેશ્યું છે અને બ્રિટનને પાછળ છોડીને વિશ્વની 5મી સૌથી મોટી અર્થવ્યવસ્થા તરીકે ઉભરી આવ્યું છે.' આ સાથે જ તેમણે કહ્યું કે, 'પહેલા એરક્રાફ્ટનો અર્થ અમેરિકા, જર્મની અને યુરોપ હતો. ભારત ક્યારેય એરક્રાફ્ટ બનાવશે તેની આપણે કલ્પના પણ નહોતી કરી, હવે C-295 એરક્રાફ્ટ વડોદરામાં બનશે.'
'નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી બન્યા ત્યારે રાજ્યની જનતાની માંગ હતી કે જમતી વખતે વીજળી આવવી જોઈએ. અગાઉ આપણને યાદ પણ નહોતું કે વીજળી આવે છે અને 2022માં વીજળી જતી નથી.' તેમ જણાવવાની સાથે જ આ વખતે ચૂંટણી મેદાનમાં ઉતરનારી આમ આદમી પાર્ટી (AAP) પર નિશાન સાધતા જેપી નડ્ડાએ કહ્યું કે, 'એક એવી પાર્ટી છે જે માત્ર બેનર અને પોસ્ટર લગાવે છે. ઉત્તર પ્રદેશમાં 350 બેઠકો પર લડ્યા, 349 બેઠકો પર ડિપોઝીટ જપ્ત થઈ. ઉત્તરાખંડમાં 69 બેઠકો પર ચૂંટણી લડી, 65 બેઠકો પર ડિપોઝીટ જપ્ત કરી. ગોવામાં 39 બેઠકો પર લડ્યા, 35 પર ડિપોઝીટ જપ્ત થઈ.'

જેપી નડ્ડાએ વધુમાં કહ્યું કે, '70 વર્ષથી ભાઈ સાથે ભાઈની લડાઈ, સમાજને સમાજ સાથે લડાવવા, નર્મદા નદીની આ બાજુ અને બીજી બાજુ વચ્ચે લડાઈ, જ્ઞાતિઓ વચ્ચે લડાઈ એ કોંગ્રેસની સંસ્કૃતિ તમે જોશો. સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ વડાપ્રધાન મોદીએ કર્યો છે.'