Wednesday, Aug 17, 2022 Today’s Paper

દીવના નાગવા બીચ પર પેરાશૂટ રાઇડ દુર્ઘટના

14 Nov, 21 82 Views

લાઇફ જેકેટના સહારે દંપતિ કિનારે પહોંચ્યું

તહેવારોની રજામાં પોત પોતાના પરિવાર સાથે લોકો બહાર ફરવા જવાનું સૌથી વધારે પસંદ કરતા હોય છે. ત્યારે દિવના નાગવા બીચ પર લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે અને દરિયામાં પેરાશૂટ રાઈડની મોજ પણ માણતા હોય છે. ત્યારે એક સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ થયો છે. આ વીડિયોમાં પેરાશૂટ રાઇડ કરતી દંપતિનું પેરાશૂટનું દોરડું મધદરિયે તૂટ્યું હતું. જો કે, સદનસીબે લાઈફ જેકેટના સહારે દંપતિ દરિયા કિનારે પહોંચ્યું હતું. આ બનાવને લઈ પ્રવાસીઓએ પોલીસ મથકે ફરિયાદ દાખલ કરાઈ છે.

આ બનાવની મળતી માહિતી પ્રમાણે, દિવાળીની રજાઓનો માહોલ ચાલી રહ્યો છે. ત્યારે દિવમાં લોકોની ભારે ભીડ પણ જોવા મળી રહી છે. ખાસ કરીને લોકો પેરાશૂટ રાઈડની મોજ માણતા જોવા મળે છે. પરતું પેરાશૂટની મોજ માણવી એક દંપતિને ભારે પડી હતી. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયુવેગ ફેલાયો છે. આ વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે, દીવના નાગવા બીચ પર એક દંપતિ પેરાશૂટ રાઇડની મોજ માણી રહી હતી. પેરાશૂટ મધ દરિયે પહોંચી તેનો દોરડો તૂટી ગયો હતો.

મધ દરિયામાં જ દંપતિનો પેરાશૂટ દોરડો તૂટી જતા તેઓમાં ભારે ભય જોવા મળ્યો હતો અને પરિવારજનોમાં પણ ભારે ચિંતા પ્રસરી ગઈ હતી.જો કે, દંપતિએ લાઈફ જેકેટ પહેર્યું હતું જેના કારણે તે દરિયાના કિનારે સલામત રીતે પહોંચતા લોકોમાં હાશકારો જોવા મળ્યો હતો. આ ઘટના બાદ પ્રવાસીઓ અને પાલ્મ એડવેન્ચર એજન્સી વચ્ચે ભારે ઘર્ષણ પણ થયું છે.

આ બનાવની જાણ પ્રવાસીઓ દ્વારા પોલીસને કરતા પોલીસ કાફલો ઘટના સ્થળે આવી તમામ ઘટનાની માહિતી મેળવી હતી. 

advertisment image