Friday, Jun 02, 2023 Today’s Paper

સ્ટેચ્યુ ઓફ યુનિટીના કેવડિયા રેલવે સ્ટેશનનું નામ બદલાયું, જાણો હવે ક્યા નામે ઓળખાશે ?

08 Jan, 22 147 Views

સ્ટેચ્યુ ઓફ યુનિટીની આસપાસના વિસ્તારનો વિકાસ કરીને અહીં અલગ બિલ્ડીંગ, મોલ અને નર્સરી અને ગાર્ડન બનાવવામાં આવ્યા છે

કેવડિયા : ગુજરાતના કેવડિયા રેલવે સ્ટેશનનું નામ બદલવામાં આવ્યું છે. કેવડિયા રેલ્વે સ્ટેશન હવે એકતા નગર રેલ્વે સ્ટેશન તરીકે ઓળખાશે. વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા તરીકે જાણીતી સ્ટેચ્યુ ઓફ યુનિટી જે જગ્યાએ આવેલી છે તે કેવડિયા કોલોની તરીકે ઓળખાય છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીની આસપાસના વિસ્તારનો વિકાસ કરીને અહીં અલગ બિલ્ડીંગ, મોલ અને નર્સરી અને ગાર્ડન બનાવવામાં આવ્યા છે. જેમના નામ એકતાથી શરૂ થાય છે. કારણ કે સરદાર પટેલના જન્મદિવસને એકતા દિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે.

તેથી, એકતા શબ્દનો ઉપયોગ કરીને, હવે કેવડિયા કોલોનીના નામે જ્યાં સ્ટેચ્યુ ઓફ યુનિટીનું નિર્માણ થયું હતું તે જગ્યા હવે એકતા નગર તરીકે ઓળખાશે. તેની શરૂઆત હવે કેવડિયા રેલ્વે સ્ટેશનના નામથી થઈ ગઈ છે.

જનસંપર્ક અધિકારી પ્રદીપ શર્માએ જણાવ્યું હતું કે રેલ્વે મંત્રાલય દ્વારા જારી કરાયેલી માહિતી મુજબ વડોદરા ડિવિઝન પર સ્થિત કેવડિયા રેલ્વે સ્ટેશનનું નામ હવે એકતા નગર રહેશે. આ સ્ટેશનનો Co-EKNR અને સંખ્યાત્મક કોડ 08224620 હશે.


હકીકતમાં, આ સ્થળ અગાઉ કેવડિયા તરીકે જાણીતું હતું, જ્યાં નર્મદા નિગમ દ્વારા સરદાર સરોવર ડેમ બનાવવામાં આવ્યો હતો. આ જગ્યાએ એક સોસાયટી બનાવવામાં આવી હતી જે કેવડિયા કોલોની તરીકે જાણીતી હતી. ડેમની સાથે અહીં કેવડિયા કોલોની સિવાય કશું જ નહોતું. હવે તે પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે અને તે રેલવે સ્ટેશનને હવે કેવડિયા કોલોનીથી એકતા નગર નામ આપવામાં આવ્યું છે.