Wednesday, Aug 17, 2022 Today’s Paper

વેપારીની આંખમાં મરચું નાખી 3 લૂંટારુઓએ 15 લાખની લૂંટ કરી

28 Nov, 21 83 Views

સુરતમાં ત્રણ લૂંટારુઓએ વેપારીને બનાવ્યો નિશાન

સુરતમાં દિવસે દિવસે ક્રાઈમ રેટ સતત વધતો જોવા મળી રહ્યા છે. ત્યારે ફરી એકવાર ક્રાઈમનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. સુરતના સિટીલાઈટ વિસ્તારમાં વેપારી દુકાન બંધ કરી ઘરે જતા હતા ત્યારે આંખમાં મરચાંની ભૂકી નાંખી 15.25 લાખની લૂંટ કરતા ભાગદોડ મચી હતી. આ બનાવની જાણ પોલીસને થતા કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને આરોપીઓ સામે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

આ બનાવની મળતી માહિતી પ્રમાણે, સુરતમાં સિટિલાઈટ વિસ્તારમાં બે બદમાશે યશ અને તેના નાનાની આંખમાં મરચા ભૂકી નાખી ઝપાઝપી કરી હતી.જયારે ત્રીજા લૂંટારૂએ પાછળનો દરવાજો ખોલી બે બેગોમાં જેમાં એક બેગમાં 25 હજારની ધંધાના વકરાની રોકડ અને બીજી બેગમાં 15 લાખની રોકડ હતી જેની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા. આ અંગે વેપારીએ ઉમરા પોલીસ સ્ટેશને ફરિયાદ કરી હતી. પોલીસના જણાવ્યા પ્રમાણે આ લૂંટને અંજામ આપનાર કોઇ જાણભેદુ છે. હાલમાં તો પોલીસે સીસીટીવી ના આધારે તપાસ શરૂ કરી છે.

વેપારી પાસે 15 લાખની રોકડ હતી જે દુકાન વેચાણની આવક હતી. વેપારીની સલાબતપુરાની દુકાનના સોદા પેટે 15 લાખ રૂપિયા આવ્યા હતા. વેપારી પાસે 15 લાખ હોવાની લૂંટારુઓને ટીપ કોઇ જાણભેદુએ આપ્યા હોવાની પોલીસને આશંકા છે.

advertisment image