પોલીસે અજાણ્યાની ઓળખની દિશામાં તપાસ હાથ ધરી
સુરતમાં ક્રાઈમ રેટ દિવસે દિવસે સતત વધતો જોવા મળી રહ્યો છે. જેના કારણે લોકોમાં ભારે ફફડાટ જોવા મળી રહ્યો છે. ત્યારે ફરી એકવાર મર્ડરની ઘટના સામે આવી છે. જેમાં પાંડેસરા વિસ્તારમાં રૂમમાંથી અજાણ્યા યુવકની હત્યા કરાયેલી લાશ મળી આવી હતી. પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.
પાંડેસરા વિસ્તારમાં આવેલા શ્રી રામ નગર પાસે રૂમમાંથી એક અજાણ્યા યુવકની હત્યા કરાયેલી લાશ મળી આવી હતી. હત્યા કરાયેલી લાશ મળતા પાંડેસરા પોલીસ દોડતી થઈ ગઈ છે. પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. હાલ પોલીસે અજાણ્યા યુવકની ઓળખની દિશામાં તપાસ હાથ ધરી છે. જોકે, હજુ હત્યાનું કોઈ કારણ સામે આવ્યું નથી.
સુરતની કમેલા સંજયનગર ઝૂંપડપટ્ટીમાં રહેતા રિક્ષા ચાલક ઘરેથી મિત્રો પાસે બેસવા જવાનું કહીને નીકળેલા યુવાનને મોડી રાત્રે મૃતક હાલતમાં ઘરે લઇ આવ્યા બાદ પીએમ રિપોર્ટમાં ગળું દબાવી હત્યા કરવામાં આવી હોવાનું બહાર આવ્યુ હતું. રિક્ષા ચાલકની હત્યા કેસમાં પોલીસે હત્યાનો ગુનો નોધી મૃતકના મિત્રોની પૂછપરછ હાથ ધરી હતી.
Trending Tags: