પાંચથી વધુ ફાયર ફાયટરો ઘટના સ્થળે પહોંચ્યા, 4 કિલોમીટર સુધી આગના ગોટા દેખાયા
સુરતઃ રાજ્યમાં એક બાદ એક આગ (Fire) ની ઘટનાઓમાં વધારો થઇ રહ્યો છે, જ્યારે વધુ એક આગની ઘટના સુરત (Surat)માથી સામે આવી છે. સુરતના પીપોદરા GIDC (Pipodara GIDC) માં ભીષણ આગ લાગ લાગતાં દોડધામ મચી હતી.
સુરતના પીપોદરા નજીક GIDCમાં એક ગોડાઉનમાં આગ લાગી હતી. GIDCના બંધ ગોડાઉનમાં ભીષણ આગ લાગતા અફરા-તફરીનો માહોલ છવાયો હતો. આગને લઈને 4 કિલોમીટર દૂરથી ધુમાડા છવાયો હતો. જ્યારે ફાયર ફાયટરો ઘટના સ્થળે પહોંચ્યા હતા.
પીપોદરા GIDCમાં પ્લાસ્ટિકના દાણા બનાવતી કંપની બંસી ટેક્સટાઇલમાં આગ લાગી છે. કંપનીના વેસ્ટેજ કચરાના ગોડાઉનમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો છે. તેમજ 4 કિલોમીટર સુધી આગના ગોટા દેખાયા છે.
આ ઘટનાની જાણ ફાયર વિભાગને થતા પાંચ જેટલા ફાયર ફાયટરો ઘટના સ્થળે પહોંચીને આગપર કાબૂ મેળવાની કામગીરી હાથ ધરી હતી. જો કે, સદનસીબે કોઈ જાનહાની થઈ નથી.
આગના પગલે 5થી વધુ ફાયર ફાઈટર ઘટના સ્થળે છે. પ્લાસ્ટિકના દાણા બનાવતી કંપનીમાં ભીષણ આગ લાગતા આસપાસના લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે.
Trending Tags: