Wednesday, Aug 17, 2022 Today’s Paper

અંકલેશ્વરમાં સજોદ હાઈસ્કુલના આચાર્યએ કર્યો આપઘાત

19 Nov, 21 94 Views

ઘટના બાદ આચાર્યના પરિવારને ભરૂચમાં રહેવાનું પણ ભારે પડી ગયું

અંક્લેશ્વરના સજોદ હાઈસ્કુલના આચાર્ય પર વિદ્યાર્થીનીએ દુષ્કર્મનો ખોટો આક્ષેપ લગાવતા આચાર્યએ આપઘાત કર્યો હતો. આચાર્યા સામે અભ્યાસ કરાવવાના બહાને પોતાની ગાડીમાં બેસાડીને શારીરિક અડપલા કર્યા હોવાની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. પોલીસે ફરિયાદના આધારે તપાસ પણ હાથ ધરી હતી. જો કે, આ ઘટના બાદ આચાર્યના પરિવારને ભરૂચમાં રહેવાનું પણ ભારે પડી ગયું હતું.

આ બનાવની મળતી માહિતી પ્રમાણે, સજોદ હાઇસ્કૂલના આચાર્ય પર થોડા દિવસો અગાઉ જ તરૂણીને ગાડીમાં બોલાવીને છેડતી કર્યાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો.49 વર્ષીય આચાર્ય વિરેન ઘડિયાળી વિરુદ્ધ 5 દિવસ પહેલા જ આક્ષેપ થતા તેના પરિવાર માટે જીવવું દુષ્કર બન્યું હતું. આચર્યને આ વાત લાગી આવતા તેઓએ ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આ બનાવને લઈ પંથકમાં ભારે ચકચાર જોવા મળી હતી.

આ બનાવ અંગે તાલુકા પોલીસ મથકમાં શનિવારે રાત્રે ફરિયાદ દાખલ થયા બાદ વિરેન ઘડિયાળી અને તેમના પરિવાર પર ગામલોકોએ ધૃણા વરસાવવાનું શરૂ કર્યું હતું. આ દરમિયાન ભરૂચ-ચાવજ રોડ પર 49 વર્ષીય આચાર્યનો વૃક્ષ પરથી લટકતી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. આ સમગ્ર મામલે સી ડિવિઝન પોલીસે તપાસ આદરી હતી. ઘટના સ્થળેથી પોલીસને મળેલી ડાયરીમાં આચાર્ય દ્વારા પ્રતિષ્ઠાને લાંછ લાગ્યું હોવા ઉપરાંત ખોટા આક્ષેપ કરીને કેસ દાખલ કરવામાં આવ્યો હોવાનો ઉલ્લેખ હોવાનું માનવામાં આવી રહ્યું છે.

advertisment image