Friday, Mar 31, 2023 Today’s Paper

સુરતઃ ઘર આંગણે રમતી અઢી વર્ષની બાળકી રહસ્યમય રીતે ગાયબ, મૃતદેહ મળ્યો

07 Nov, 21 70 Views

ઘર આંગણે રમતી અઢી વર્ષની બાળકી રહસ્યમય રીતે ગુમ થતાં પોલીસ થઈ દોડતી

સુરતઃ સુરતના પાંડેસરા વડોદ ગામમાં દિવાળીના દિવસે રાત્રે બાળકી ગુમ થયાની ઘટના બાદા પોલીસ દોડતી થઈ હતી. ઘર આંગણે રમતી અઢી વર્ષની બાળકી રહસ્યમય રીતે ગુમ થતાં પોલીસે બાળકીને શોધવા માટે દિવસ રાત એક કરી દીધા હતા. જોકે, અંગે બાળકીનો મૃતદેહ મળ્યો હતો. આજે રવિવારે વડોદ ગામમાં જ ઝાડીમાંથી બાળકી મૃત હાલતમાં મળી આવી છે. જેથી પોલીસે અપહરણ અને હત્યાની દિશામાં તપાસ હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનિય છે કે, બાળકી રમતા રમતા ક્યાંય ચાલી ગઈ કે માસૂમ બાળકીનું અપહરણ કરાયું એ વાતને લઈ શ્રમજીવી પરિવાર જ નહીં પણ પોલીસે પણ ચિંતા વ્યક્ત કરી હતી.

ઘટના અંગે વાત કરીએ તો દિવાળીની રાત્રે જ અઢી વર્ષની બાળકી ઘર આંગણેથી જ ગુમ થવાને લઈને પોલીસ દોડતી થઈ હતી. 100થી વધુ પોલીસ જવાનો છેલ્લા બે દિવસથી શોધખોળ કરી રહ્યા છે. આજે વડોદ ગામમાં ઝાડીમાંથી બાળકીનો મૃતદેહ મળી આવ્યો હતો. જેથી પોલીસ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને અપહરણ અને હત્યાની દિશામાં વધુ તપાસ હાથ ધરી છે.

પાંડેસરા વિસ્તારમાં વડોદ ગામમાં અઢી વર્ષની બાળકી દિવાળીની રાતથી ગુમ થઈ હતી. બાળકીના પિતા મિલમાં મજૂરી કામ કરે છે. બે બાળકીઓમાં આ મોટી દીકરી હતી. ઘર આંગણે રમતા રમતા ગુમ થઈ ગઈ હતી. ઘરની આજુબાજુ ઝાડી-જંગલ છે, પોલીસ બધા જ કામ છોડીને દીકરીને રાત-દિવસથી શોધી રહી હતી.

બાળકી જ્યાંથી ગુમ થઈ હતી ત્યાં આજુબાજુના સીસીટીવી પણ ચેક કરાયા હતા. PCB, DCB સહિતની ટીમો તહેવારો છોડી કામે લાગી હતી. 100થી વધુ પોલીસ જવાન દીકરીના ફોટો લઈ ગલી ગલીએ ફરી હતી. આ સાથે લોકોને પણ કોઈપણ પ્રકારની માહિતી મળે તો પોલીસ કે પોલીસ કન્ટ્રોલનો સંપર્ક કરે એવી વિનંતી કરવામાં આવી હતી.