તજ એ રસોડાનો એક એવો મસાલો છે, તેના સ્વાદ અને સુગંધ દ્વારા ઓળખાય છે, ઔષધીય ગુણોના કારણે તજનો થોડોક ઉપયોગ પણ શરીરને સ્વસ્થ રાખવા માટે પૂરતો છે.
તજ એ રસોડાનો એક એવો મસાલો છે, જે જમવાના મસાલાને નવી ઓળખ આપે છે, તેના સ્વાદ અને સુગંધ દ્વારા ઓળખાય છે, જેના વિશે એટલું ધ્યાન નથી આપતા, પણ તેની હાજરીથી સ્વાદમાં વધારો થાય છે.(Cinnamon benefits) ઔષધીય ગુણોના કારણે તજનો થોડોક ઉપયોગ પણ શરીરને સ્વસ્થ રાખવા માટે પૂરતો છે.
તમે કદાચ જ જાણતા હશો કે, તજનો ઉપયોગ વાળના વધારવા માટે પણ કરી શકાય છે. રિસર્ચ અનુસાર તજના વાળને સંબંધિત અસંખ્ય ફાયદા છે. (Hair care Tips) તેના ઉપયોગથી વાળ ખરતા રોકી, ટાલ પડવાથી બચી શકાય છે. જો તમારે વાળની સારી કાળજી લેવી હોય તો તરત જ તજનો ઉપયોગ કરવાનું શરૂ કરો.(Ready Remedy of cinnamon)
આ સમસ્યામાં મળશે રાહત
સ્ટાઈલક્રેસ અનુસાર, વાળ ખરવા અને ટાલ પડવાને તજ નિયંત્રિત કરે છે.
તજથી માથામાં કોઈપણ પ્રકારનું ઈન્ફેક્શન થતું નથી.
તજ વાળના વિકાસમાં વધારો કરે છે.
ખોપરી ઉપરની ચામડીમાં ખંજવાળ, ખોડો, બળતરા અને સોજો દૂર કરે છે.
તજ માથામાંથી જૂ દૂર કરે છે.
કિમોથેરાપીના દર્દીઓના વાળ માટે તજ ખૂબ જ ફાયદાકારક છે.
તજ સ્પ્લિટ એન્ડ્સથી છુટકારો મેળવવામાં અસરકારક છે
વાળ માટે ઉપયોગી તજના હેર માસ્ક
તજના તેલમાં મધ અને ઓલિવ ઓઈલ મિક્સ કરીને વાળમાં હેર માસ્ક લગાવવો જોઈએ.
તજ સાથે હળદરનું હેર માસ્ક વાળ માટે ફાયદાકારક છે.
તજ અને ઈંડાનું હેર માસ્ક વાળને મજબૂત બનાવે છે.
તજ અને નાળિયેર તેલ વાળને પોષણ આપે છે.
તજ અને લવિંગનું હેર માસ્ક પણ ખૂબ ફાયદાકારક છે.
તજ, બદામ તેલ અને કેળાનું હેર માસ્ક વાળ ખરતા અટકાવે છે.
તજ સાથે દહીં અને એવોકાડો હેર માસ્ક વાળ માટે ખુબ સારું માનવામાં આવે છે.
Trending Tags: