દૂધના વિકલ્પ તરીકે તમે ચીઝ ખાઈ શકો છો
Health Care: ભારત (India)માં દરેક ઘરમાં સવાર સાંજ દૂધ (Milk) પીવામાં આવે છે. ખાસ કરીને બાળકોને દૂધ વધુ પીવડાવવામાં આવે છે. કારણ કે, દૂધમાં ભરપૂર માત્રામાં કેલ્શિયમ (Calcium) હોય છે. પરંતુ કેટલાક લોકો એવા હોય છે જેમને દૂધ પીવું બિલકુલ પસંદ નથી હોતું. આવી સ્થિતિમાં તે લોકો દૂધથી અંતર રાખે છે અને પછી કેલ્શિયમની ખામી સર્જાવાની શરૂઆત થાય છે. દૂધ ન પીવું એ તમારા શરીર માટે ખૂબ જ ખતરનાક સાબિત થઈ શકે છે. કારણ કે, તમારી ઉંમર વધવાની સાથે તમારે આની અસર સહન કરવી પડી શકે છે. જો કે, એવી પણ ઘણી વસ્તુ છે જેમાં દૂધ જેટલું જ કેલ્શિયમ મળી રહે છે. એવી કઈ વસ્તુઓ છે જેને ખાવાથી તમારા શરીરમાં કેલ્શિયમની કમી નહીં થાય, તે અહીં જાણો.
સૌપ્રથમ જો વાત કરીએ કે દૂધ ઉપરાંત કઈ અન્ય વસ્તુમાં કેલ્શિયમનું પ્રમાણ ભરૂપુર હોય છે. તો સૌથી પહેલા નારંગીનું નામ આવશે. નારંગી ફળને વિટામિન સીનો શ્રેષ્ઠ સ્ત્રોત માનવામાં આવે છે, પરંતુ શું તમે જાણો છો કે નારંગીમાં માત્ર વિટામિન સી જ નહીં પરંતુ અન્ય ફળોની તુલનામાં કેલ્શિયમની માત્રા પણ ઘણી વધારે હોય છે. આ સાથે જ દૂધના વિકલ્પ તરીકે તમે ચીઝ ખાઈ શકો છો. જો તમે દૂધ ન પીતા હોવ તો તમે ચીઝ ખાઈ શકો છો. ચીઝ ખાવાથી કેલ્શિયમની ઉણપને દૂર કરી શકાય છે. તમને જણાવી દઈએ કે 1 વાટકી પનીરમાં 130 મિલિગ્રામ કેલ્શિયમ હોય છે.
કેલ્શિયમ માટે તમે દૂધને બદલે કઠોળ ખાઈ શકો છો. કઠોળમાં માત્ર કેલ્શિયમ જ નથી હોતું પરંતુ તેમાં પુષ્કળ પ્રમાણમાં પ્રોટીન પણ હોય છે. આવી સ્થિતિમાં કઠોળ ખાવું તમારા માટે સારો વિકલ્પ છે. તમે તેને સ્ટીમ કરીને સલાડ તરીકે ખાઈ શકો છો. એટલું જ નહીં પરંતુ તમે સફેદ તલના લાડુ પણ ખાઈ શકો છો. તમને એ જાણીને નવાઈ લાગશે કે, જો તમે દરરોજ 2 લાડુ ખાઓ છો તો તમારા શરીરમાં કેલ્શિયમની પૂરતી થઈ જાય છે. સફેદ તલના લાડુ મોટાભાગે દરેકને પસંદ હોય છે અને દરેકને તે ખાવાનું પણ પસંદ હોય છે
શું તમે જાણો છો કે, કેળા ખાવાથી શરીરને પૂરતું કેલ્શિયમ મળે છે. નોંધનીય છે કે, 1 કેળામાં લગભગ 1 મિલિગ્રામ કેલ્શિયમ હોય છે.
Trending Tags: