જ્યારે ડુંગળી એન્ટીબેક્ટેરિયલ હોય છે, તેથી આ પેક લગાવવાથી તમારા વાળમાં ડેન્ડ્રફની સમસ્યા ઓછી થાય છે
Hair Care Tips: વાળ (Hair)ને મહિલાઓનું ઘરેણું કહેવામાં આવે છે. આ સાથે જ સુંદર વાળ મહિલાની સુંદરતા વધારવાનું કામ કરે છે. આજના સમયમાં દરેક વ્યક્તિ ઇચ્છે છે કે તેમના વાળ હંમેશા મજબૂત અને સુંદર દેખાય. પરંતુ આજના ડાયટ (Diet) અને પ્રદૂષણ (Pollution)ને કારણે વાળને ઘણું નુકસાન પહોંચે છે. ઘણીવાર એવું બને છે કે વાળની યોગ્ય માવજતના અભાવે વાળ ખરવા લાગે છે. આવી સ્થિતિમાં, ડુંગળીનો રસ તમારા વાળ માટે શ્રેષ્ઠ સાબિત થઇ શકે છે. કારણ કે, ડુંગળીનો રસ વાળને મજબૂત બનાવવાનું કામ કરે છે.
વાળની સારી સંભાળ લેવા માટે ડુંગળીનો રસ અને એલોવેરા જેલ પેકનો ઉપયોગ કરી શકો છો. ડુંગળી અને એલોવેરાનું પેક બનાવવા માટે, પહેલા એક કપમાં 1 ડુંગળીનો રસ નાખો, પછી તેમાં 2 ચમચી એલોવેરા જેલ ઉમેરો. આ પછી આ પેકને તમારા વાળમાં મસાજ કરો અને હળવા હાથે લગાવો. તમે તેમાં નારિયેળ તેલ પણ ઉમેરી શકો છો. આ પછી આ પેકને વાળમાં 30 મિનિટ સુધી રહેવા દો અને સૂકાવા દો. પછી તમારા વાળને શેમ્પૂથી ધોઈ લો. આનાથી તમારા વાળ માત્ર મજબૂત જ નહીં પરંતુ ઘટ્ટ પણ બનશે. આ રીતે અઠવાડિયામાં એકવાર આ પેકને વાળમાં લગાવો.
વાળની માવજત માટે તૈયાર કરવામાં આવેલા આ પેકના ફાયદા વિષે જાણીએ તો એલોવેરામાં એન્ટી-ફંગલ ગુણ હોય છે, જ્યારે ડુંગળી એન્ટીબેક્ટેરિયલ હોય છે, તેથી આ પેક લગાવવાથી તમારા વાળમાં ડેન્ડ્રફની સમસ્યા ઓછી થાય છે. ડુંગળીનો રસ માથાની ચામડી પર લગાવવાથી રક્ત પરિભ્રમણ સુધરે છે, જેના કારણે તમારા વાળ ખરતા અટકે છે અને તે તમારા વાળને ઘટ્ટ પણ બનાવે છે.
Trending Tags: