લીલી બદામમાં ફોસ્ફરસનું પ્રમાણ વધુ હોય છે જે આપણા દાંત અને હાડકાં માટે ફાયદાકારક છે
Health Care: સ્વાસ્થ્ય પ્રત્યે કાળજી (Health Care) રાખતા લોકો વિવિધ પૌષ્ટિક આહાર લેવાનું પસંદ કરતા હોય છે. ખાસ કરીને ડ્રાયફ્રૂટ (Dry fruit) ખાવાની સલાહ ઘણી વખત આપવામાં આવતી હોય છે. ડ્રાયફ્રૂટની બદામ ખાવાના ફાયદા તમે જાણતા જ હશો. પરંતુ શું તમે લીલી બદામ (Green almonds) ખાવાના ફાયદા (Green almonds benefits) વિષે જાણો છો. જો નહીં તો અમે તમને આજે જણાવીશું. લીલી બદામને કાપીને વચ્ચેનો ભાગ કાઢીને ખાવામાં આવે છે, જે વચ્ચેનો ભાગ ખૂબ જ નરમ હોય છે.
લીલી બદામમાં ભરપૂર માત્રામાં એન્ટીઓક્સીડેન્ટ હોય છે, જે આપણા શરીરમાંથી ઝેરી તત્વોને બહાર કાઢવામાં મદદ કરે છે. જે તમને વજન ઘટાડવામાં પણ મદદ કરે છે. પરંતુ ઘણીવાર લોકોને લીલી બદામનો સ્વાદ કડવો લાગે છે. એટલા માટે લોકો તેને ખાવાનું પસંદ કરતા નથી. લીલી બદામ કાચી બદામ છે જેની બાહ્ય રચના મખમલી હોય છે. લીલી બદામને ઝાડ પર સૂકવવા માટે છોડી દેવામાં આવે છે, જે પાછળથી સૂકી બદામમાં ફેરવાય છે.
લીલી બદામ શરીરમાં હાજર રક્ત કોશિકાઓની દિવાલને તમામ પ્રકારના નુકસાનથી બચાવે છે. લીલી બદામમાં ફ્લેવોનોઈડ હોય છે, જે આપણા શરીરમાં એન્ટીઓક્સીડેન્ટની શક્તિ વધારે છે. લીલી બદામમાં દુર્લભ પ્રકારની કેલરી હોય છે જે વજન ઘટાડવામાં મદદરૂપ થાય છે.
લીલી બદામ ખાવાથી આપણા શરીરની વધારાની ચરબી ઘટાડવામાં અને ફિટ રહેવામાં મદદ મળે છે. બીજી તરફ, લીલી બદામમાં સ્વસ્થ ચરબી હોય છે, જેનું સેવન કરવાથી વજન ઘટાડવામાં મદદ મળે છે. જો તમે રોજ લીલી બદામનું સેવન કરો છો તો તે તમારા પેઢા અને દાંતને મજબૂત બનાવે છે. લીલી બદામમાં ફોસ્ફરસનું પ્રમાણ વધુ હોય છે જે આપણા દાંત અને હાડકાં માટે ફાયદાકારક છે.
Trending Tags: