Thursday, Aug 11, 2022 Today’s Paper

World Breastfeeding week: આ 5 પોઝિશનમાં કરવો બાળકને સ્તનપાન, માં-બાળકને મળશે આરામ

04 Aug, 22 30 Views

Brest Feeding Positions- એક નવજાત શિશુને માતાનું સ્તનપાન કેટલું મહત્વનું છે તેની જાગૃતિ માટે 1 થી 7 ઓગસ્ટ 'વર્લ્ડ બ્રેસ્ટફીડિંગ વીક 2022' ઉજવવામાં આવે છે. જન્મથી ઓછામાં ઓછા 6 મહિના સુધી બાળકને સ્તનપાન જ કરાવવું, જેથી પોષક તત્વો મળી રહે, બાળકને સ્તનપાન કરા

World Breastfeeding week 2022: દર વર્ષે 1 થી 7 ઓગસ્ટ દરમિયાન 'વર્લ્ડ બ્રેસ્ટફીડિંગ વીક 2022' (World Breastfeeding week 2022)ઉજવવામાં આવે છે. શિશુ માટે માતાના દૂધ સિવાય બીજો કોઈ સારો અને પૌષ્ટિક ખોરાક નથી. જન્મથી લઈને ઓછામાં ઓછા 6 મહિના સુધી બાળકને સ્તનપાન જ કરાવવું જોઈએ, જેથી તેના શરીરમાં જરૂરી તમામ પોષક તત્વો માતાના દૂધ દ્વારા મળી રહે.(Why breast feeding is Important) જો તમે બાળકને સ્તનપાન કરાવો છો, તો કેટલીક બાબતોનું ધ્યાન પણ રાખવું જોઈએ, જેથી તમને તેમજ બાળકને કોઈ નુકસાન ન થાય. ક્યારેક સ્તનપાન કરાવતી વખતે બેસવાની રીત પણ ખૂબ મહત્વની હોય છે. જો કે બાળકને સ્તનપાન કરવવાની કોઈ સાચી કે ખોટી રીત નથી, પરંતુ તેમ છતાં કેટલીક પોઝિશન એવી હોય છે, જેમાં સ્તનપાન કરવવાથી બાળક અને માતાને આરામ મળે છે. (Breast feeding positions)

આ સમય સ્ત્રીઓને પહેલેથી જ ખૂબ થકાવી નાખનારો હોઈ છે. અને તેને થોડો આરામદાયક બનાવવા માટે, તમે સ્તનપાન કરાવવાની કેટલીક એવી પોઝિશનનો ઉપોયોગ કરી શકો છો, જે તમને થોડા સમય પૂરતો આરમ આપી શકે છે. પણ જેમ જેમ બાળક મોટું થાય, તે મહત્વનું છે કે તમે યોગ્ય પોઝિશન શોધો. અહીં દર્શાવેલ સ્તનપાનની પોઝિશનમાં દૂધ પીવડાવવું તમને અને બાળકને ઘણી ઉપયોગી થઇ શકે છે.

રીક્લાઈન(આડા પડખે) પોઝિશન- 
Medela.com અનુસાર, આ પોઝિશનમાં, તમે બાળકને હાથમાં પકડીને બેડ અથવા પલંગ પર આડા પડખે સુઈ શકો છો. જો તમારા બાળકને ચત્તા સૂવું પસંદ નથી, તો આ સ્થિતિ તમારા બંને માટે શ્રેષ્ઠ છે.

ક્રેડલ હૉલ્ડ-
આ પોઝિશન એવી પહેલી પોઝિશન છે, જે ઘણી સ્ત્રીઓના મનમાં આવે છે. આમાં તમારે સીધા બેસી જવાનું છે અને બાળક તમારા હાથ પર સૂઈ જશે.  આમાં, તમારા બાળકનું માથું અને મોં તમારી બાજુમાં હશે.

રગ્બી બોલ હૉલ્ડ -
આ પોઝિશનમાં પણ બાળકનું માથું તમારા હાથમાં રહે છે, પરંતુ આમાં બાળકના પગ તમારી પાછળ રહેશે. આમાં બાળક તમારી અંદર આર્મની પાછળ હશે.

બાજુમાં સૂઈ જવું- 
આ પોઝિશનનો ઉપયોગ સામાન્ય રીતે રાત્રે થાય છે. જ્યારે તમને વધુ આરામની જરૂર હોય ત્યારે બાળક અને તમે બંને સૂઈ શકો છો.  આમાં, તમે કોઈપણ એક બાજુ પર સૂઈને બાળકને સ્તનપાન કરાવી શકો છો.

ખભા પર સુવડાવી-
જો તમારી સી-સેક્શન ડિલિવરી થઇ છે, તો તમે પીઠ પર સૂઈને ખભા પરથી બાળકને ખવડાવી શકો છો. આ તમારા માટે ખૂબ જ આરામદાયક પોઝિશન રહેશે.

 

advertisment image