Wednesday, Aug 17, 2022 Today’s Paper

આ ગ્લેમરસ યુવતીને છે અજીબોગરીબ બીમારી

14 Nov, 21 60 Views

યુવતીને પોતાના પાર્ટનર્સના દિલ તોડવામાં તેને સહેજ પણ શરમ આવતી નથી

ઓસ્ટ્રેલિયામાં રહેતી એક મોડલ કનિકા બત્રાને લોકોના દિલ તોડવાની અજીબોગરીબ બીમારી છે. આ યુવતીએ જણાવ્યું છે કે, પોતાના પાર્ટનર્સના દિલ તોડવામાં તેને સહેજ પણ શરમ આવતી નથી. તેને કોઇની સાથે સંબંધ તોડવામાં કોઇ ખાસ દુખ પણ થતું નથી.

26 વર્ષની કનિકાની બીમારી એન્ટી સોશિયલ પર્સનાલિટી ડિસઓર્ડરની છે. જેમાં માણસનું મગજ ક્યારેક સ્થિર રહેતું નથી અને કશું પણ કરવાની તીવ્ર ઇચ્છા થાય છે. જેમાં એમ્પૈથીનો અભાવ હોય છે અને અપરાધબોધ પણ થતો નથી.

સોશિયલ મીડિયા ઇનફ્લુએંસર કનિકાએ જણાવ્યું છે કે, અત્યાર સુધી પોતાના 3 પાર્ટનર્સ સાથે એટલા માટે દગો કર્યો હતો અને દગો કર્યા બાદ કઈ જ ફરક પડ્યું નથી. આ યુવતી પોતાને સોશિયોપૈથ બતાવે છે કારણ કે તેની પર્સનાલિટીમાં કેટલાક આવા અજીબોગરીબ ડિસઓર્ડર છે. જે તેને કોઇનું દિલ તોડ્યા પછી પણ દુખી થતા દેતા નથી. આ માટે ખોટું પણ લાગતું નથી.

આ અંગે કનિકાનું કહેવું છે કે, હું જેની પણ સાથે સબંધ રાખું છું ત્યારે આ ધ્યાનમાં રાખું છું કે તેને ઓછામાં ઓછું નુકસાન થાય. તે પોતાને સારી રીતે જાણે છે અને તેને એ પણ ખબર છે કે તેનું જુઠ અને દગો તેના ઉપર પણ આવી શકે છે. તે કહે છે કે તેની ભાવનાઓ છે પણ તેવી રીતે નહીં જેવી બધાની હોય છે. તે પોતાની બીમારીને લઇને ડોક્ટર્સને મળી ચુકી છે. તેના મતે તે પોતાની બીમારીથી લડવાનું શીખી રહી છે. તે સામાન્ય લોકો કરતા વધારે જાગરુક રહે છે અને પોતાની આર્થિક સુરક્ષા વિશે વધારે વિચારે છે. 

advertisment image