ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા એક પાઈલટ લેફ્ટનન્ટ કર્નલ સૌરભ યાદવનું સારવાર દરમિયાન મોત નીપજ્યું
Cheetah Helicopter Crash: અરુણાચલ પ્રદેશ (Arunachal Pradesh)ના તવાંગ વિસ્તાર પાસે ભારતીય સેના (Indian Army)નું ચિતા હેલિકોપ્ટર (Cheetah Helicopter) આજે 5 ઓક્ટોબર, બુધવારે ક્રેશ (Cheetah Helicopter Crash) થયું હતું. આ દુર્ઘટનામાં એક પાયલોટનું સારવાર દરમિયાન મોત થયું છે. જયારે ઈજાગ્રસ્ત બીજા પાયલોટની સારવાર ચાલી રહી છે. ભારતીય સેનાના અધિકારીઓએ આ માહિતી આપી છે.
ભારતીય સેનાના અધિકારી દ્વારા આયોજીત પત્રકાર પરિષદમાં કહેવામાં આવ્યું છે કે, 'તવાંગ નજીક ફોરવર્ડ એરિયામાં ઉડી રહેલું આર્મીનું ચિતા હેલિકોપ્ટર આજે સવારે લગભગ 10 વાગ્યે નિયમિત ઉડાન દરમિયાન ક્રેશ થયું હતું. જે બાદ બંને પાયલટોને નજીકની સૈન્ય હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા એક પાઈલટ લેફ્ટનન્ટ કર્નલ સૌરભ યાદવનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. આ સાથે જ આ ઘટનામાં ઈજાગ્રસ્ત બીજા પાયલોટની સારવાર ચાલી રહી છે.'
ચિતા હેલિકોપ્ટર ક્રેશ શા કારણે થયું તેની માહિતી હજુ સામે આવી નથી. આ અંગે તપાસ કરવામાં આવશે. આ તપાસ બાદ જ ક્રેશનું સાચું કારણ જાણી શકાશે.