Sunday, Jul 03, 2022 Today’s Paper

UAE President Died: સંયુક્ત આરબ અમીરાતના રાષ્ટ્રપતિ શેખ ખલીફા બિન ઝાયેદ અલ નાહયાનનું નિધન

13 May, 22 69 Views

રાષ્ટ્રપતિ શેખ ખલીફા બિન ઝાયેદ અલ નાહયાને યુએઈમાં ફેડરલ નેશનલ કાઉન્સિલના સભ્યોની સીધી ચૂંટણીની પણ શરૂઆત કરી હતી

UAE President Died: સંયુક્ત આરબ અમીરાત (United Arab Emirates- UAE)ના રાષ્ટ્રપતિ (President) શેખ ખલીફા બિન જાયદ અલ નાહયાન (Sheikh Khalifa bin Zayed Al Nahyan)નું નિધન થયું છે. આ સમાચાર સામે આવતા જ વાયુ વેગે ફેલાઈ ગયા છે. સત્તાવાર સમાચાર એજન્સી WAM એ પણ આ સમાચારની પુષ્ટિ કરી છે. ઝાયેદ અલ નાહયાનના નિધન પર સરકારે 40 દિવસનો રાષ્ટ્રીય શોક (National mourning) જાહેર કર્યો છે. આ ઉપરાંત દેશના તમામ ખાનગી અને સરકારી ક્ષેત્રોમાં ત્રણ દિવસ રજા રહેશે.

રાષ્ટ્રપતિ ઝાયેદ અલ નાહયાન 73 વર્ષના હતા અને ઘણા દિવસોથી બીમાર હતા, તેવું કહેવામાં આવી રહ્યું છે. ઝાયેદ અલ નાહયાનના નિધન પર સરકારે 40 દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કરવાની સાથે જ દુબઈ મીડિયા ઓફિસ દ્વારા પણ રાષ્ટ્રીય શોકની જાહેરાત કરવામાં આવી છે.

1948માં જન્મેલા શેખ ખલીફા યુએઈના બીજા રાષ્ટ્રપતિ અને અબુ ધાબીના 16મા શાસક હતા. તે શેખ ઝાયેદના મોટા પુત્ર હતા. તેમના કાર્યકાળ દરમિયાન, શેખ ખલીફાએ યુએઈ અને અબુ ધાબીના વહીવટને પુનઃગઠિત કરવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી અને સંખ્યાબંધ સુધારાઓ અમલમાં મૂક્યા હતા. તેમના કાર્યકાળ દરમિયાન જ યુએઈનો એટલો વિકાસ થયો કે અન્ય દેશોના લોકો પણ ત્યાં મોટી સંખ્યામાં પહોંચી ગયા. શેખ ખલીફા બિન ઝાયેદ અલ નાહ્યાને 3 નવેમ્બર, 2004 થી દેશના રાષ્ટ્રપતિ અને અબુ ધાબીના શાસક તરીકેનો કાર્યભાર સંભાળ્યો. તે પહેલા તેના પિતા શેખ જાયદ બિન સુલતાન અલ નાહયાન રાષ્ટ્રપતિ રહી ચૂક્યા છે. તેઓ 1971થી નવેમ્બર 2004 સુધી દેશના વડા હતા.

રાષ્ટ્રપતિ શેખ ખલીફા બિન જાયદ અલ નાહયાનના શાસનકાળ દરમિયાન અન્ય ઉદ્યોગોનો પણ વિકાસ થયો હતો. ખાસ કરીને, ઝાયેદ અલ નાહયાને ગેસ અને ઓઇલ સેક્ટરમાં યુએઈને આગળ વધારવામાં મહત્વનો ફાળો આપ્યો હતો. તેમણે યુએઈમાં ફેડરલ નેશનલ કાઉન્સિલના સભ્યોની સીધી ચૂંટણીની પણ શરૂઆત કરી હતી. આ ઉપરાંત તેમણે યુએઈના ઉત્તરીય વિસ્તારોના વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું, જે અન્ય ભાગોની તુલનામાં થોડા પછાત હતા. આ વિસ્તારમાં તેમણે આવાસ, શિક્ષણ અને સામાજિક સેવાઓને પ્રોત્સાહન આપવાનું કામ કર્યું હતું.

Trending Tags:

advertisment image