Thursday, Aug 11, 2022 Today’s Paper

Sanjay Raut: સંજય રાઉતની પત્ની વર્ષા રાઉતને EDએ પાઠવ્યું સમન્સ, પૂછપરછ માટે બોલાવ્યા

04 Aug, 22 33 Views

સંજય રાઉતને આજે 4 ઓગસ્ટ, ગુરુવારે મુંબઈની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો

Sanjay Raut: મુંબઈના પત્રા ચાલ કૌભાંડ (Patra Chawl scam) કેસમાં કેન્દ્રીય એજન્સી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે (Enforcement Directorate - ED) શિવસેના સાંસદ સંજય રાઉત (Sanjay Raut)ની 31મી જુલાઈ, 2022ના રોજ ધરપકડ કરી હતી. હવે આ કેસ સંદર્ભમાં પૂછપરછ માટે ઈડીએ સંજય રાઉતની પત્ની વર્ષા રાઉત (Varsha Raut
)ને સમન્સ પાઠવ્યું છે. ઈડીએ વર્ષા રાઉતને 5 ઓગસ્ટ, શુક્રવારે સવારે 11 વાગ્યે પૂછપરછ માટે બોલાવ્યા છે. ઈડીના જણાવ્યા મુજબ, વર્ષા રાઉતના ખાતામાં થયેલી લેવડ-દેવડ સામે આવ્યા બાદ સમન પાઠવવામાં આવ્યું છે.

મુંબઈના ગોરેગાંવ વિસ્તારમાં પત્રા ચાલના પુનઃવિકાસમાં કથિત નાણાકીય ગેરરીતિઓ અને તેની પત્નીની સંપત્તિ સાથે સંકળાયેલા નાણાકીય વ્યવહારોના સંબંધમાં ઈડી દ્વારા 31 જુલાઈએ સંજય રાઉતની ધરપકડ કરવામાં આવી હતી. સંજય રાઉતને આજે 4 ઓગસ્ટ, ગુરુવારે  મુંબઈની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. જ્યાં કોર્ટે ઈડીને  આપવામાં આવેલી રાઉતની કસ્ટડી 8 ઓગસ્ટ સુધી લંબાવી હતી.

સંજય રાઉતની કસ્ટડી લંબાવતા કોર્ટે કહ્યું કે, 'ઈડીએ તપાસમાં નોંધપાત્ર પ્રગતિ કરી છે.' જોકે, બીજી તરફ કોર્ટે સુનાવણી દરમિયાન સંજય રાઉતને પૂછ્યું કે, શું તેમને ઈડી વિરુદ્ધ કોઈ ફરિયાદ છે, તો તેમણે કહ્યું કે એવું કંઈ ખાસ નથી. જોકે, તેણે કહ્યું કે તેને જે રૂમમાં રાખવામાં આવ્યો હતો તેમાં બારી અને વેન્ટિલેશન નથી. જે બાદ કોર્ટે આ અંગે હવે ઈડી પાસેથી સ્પષ્ટતા માંગી છે.

આજની સુનાવણીમાં કોર્ટના નિર્ણયના થોડા સમય બાદ જ ઈડી દ્વારા વર્ષા રાઉતને સમન્સ પાઠવવામાં આવ્યું હતું. ઈડીએ અગાઉ કોર્ટને કહ્યું હતું કે, 'શિવસેનાના સાંસદ અને તેમના પરિવારને મુંબઈમાં 'ચાલ'ના પુનર્વિકાસ પ્રોજેક્ટમાં કથિત ગેરરીતિઓમાંથી "ગુનાની કાર્યવાહી" તરીકે 1 કરોડ રૂપિયા મળ્યા હતા.

કોર્ટે ઈડીની પાસેથી સંજય રાઉતની રહેવાની વ્યવસ્થા અંગે જયારે જવાબ માંગ્યો, ત્યારે ઈડી માટે હાજર રહેલા વકીલે કહ્યું કે, 'રાઉતને 'AC' (એર કન્ડિશન્ડ) રૂમમાં રાખવામાં આવ્યા હતા અને તેથી ત્યાં કોઈ બારી નહોતી.' આ પછી રાઉતે કહ્યું કે, 'AC'ની વ્યવસ્થા હોવા છતાં, તે તેની તબિયતને કારણે તેનો ઉપયોગ કરી શકતા નથી.'

advertisment image