Sunday, Jul 03, 2022 Today’s Paper

સહિષ્ણુતા અમારૂ ચરિત્ર, ધાર્મિક ભય પર બેવડા માપદંડ સ્વિકાર્ય નથી; UNમાં ભારતનો સણસણતો જવાબ

20 Jun, 22 32 Views

અન્ય દેશોને વિશેષ મુદ્દો બનાવીને ભારત પ્રત્યે ગુસ્સો દર્શાવવાની જરૂર નથી

United Nations: સંયુક્ત રાષ્ટ્ર (United Nations)માં ભારતના સ્થાયી પ્રતિનિધિ ટીએસ તિરુમૂર્તિ (TS Tirumurthy)એ કહ્યું કે, 'ભારત (India) આતંકવાદ (Terrorism)નો સૌથી મોટો શિકાર છે, ખાસ કરીને સરહદ પારના આતંકવાદનો.' આ સાથે જ ભારતે સંયુકત રાષ્ટ્રને અનુરોધ કર્યો છે કે, તેઓ ધાર્મિક ડર પર બેવડા ધોરણો અપનાવવાનું ટાળે. ભારતે સંયુક્ત રાષ્ટ્રને કહ્યું છે કે, 'ધાર્મિક ફોબિયા પર બેવડા ધોરણો હોઈ શકે નહીં અને તેનો સામનો કરવો એ માત્ર એક કે બે ધર્મો સાથે સંકળાયેલી પસંદગીની કવાયત ન હોવી જોઈએ, પરંતુ બિન-અબ્રાહમિક ધર્મો સામે સમાનરૂપે લાગુ થવી જોઈએ.

યુએનમાં તિરુમૂર્તિ  અપ્રિય ભાષણ, બિન-ભેદભાવ અને શાંતિના મૂળ પર શિક્ષણની ભૂમિકાના પ્રથમ વર્ષગાંઠની ઉજવણીના કાર્યક્રમમાં બોલી રહ્યા હતા.
ભારતના કાયમી પ્રતિનિધિ ટી.એસ. તિરુમૂર્તિએ તમામ દેશોને લોકશાહીના સિદ્ધાંતોને પ્રોત્સાહન આપીને આતંકવાદનો સામનો કરવા માટે ખરેખર યોગદાન આપતી શિક્ષણ પ્રણાલી વિકસાવવા અપીલ કરી હતી.


તિરુમૂર્તિએ વધુ કહ્યું કે, 'અમે વારંવાર ભાર મૂક્યો છે કે ધાર્મિક ડરનો સામનો કરવો એ માત્ર એક કે બે ધર્મો સાથે સંકળાયેલી પસંદગીની કવાયત ન હોવી જોઈએ, પરંતુ બિન-અબ્રાહમિક ધર્મો પણ. સામે પણ સમાન રીતે લાગુ થવું જોઈએ. જ્યાં સુધી આ કરવામાં નહીં આવે, અમે ક્યારેય અમારા ઉદ્દેશ્યોને પ્રાપ્ત કરી શકીશું નહીં.'

આ સાથે જ તેમણે કહ્યું હતું કે, 'ધાર્મિક ફોબિયા પર બેવડા ધોરણ હોઈ શકે નહીં.' અફઘાનિસ્તાનના કાબુલના બાગ-એ-બાલા વિસ્તારમાં ગુરુદ્વારા કર્તા પરવાન ખાતે 18 જૂન, શનિવારના વિસ્ફોટોના કલાકો પહેલા આ નિવેદન આવ્યું છે, આ હુમલામાં એક શીખ સહિત બે લોકો માર્યા ગયા હતા અને સાત અન્ય ઘાયલ થયા હતા.

ટીએસ તિરુમૂર્તિએ કહ્યું કે, 'ભારતે માત્ર અબ્રાહમિક ધર્મો સામે જ નહીં પરંતુ શીખ, બૌદ્ધ અને હિંદુ ધર્મ સહિતના તમામ ધર્મો સામે નફરત અને હિંસાનો સામનો કરવા માટે અવિરત પ્રયાસો કર્યા છે.' બીજી તરફ વિદેશ મંત્રી એસ જયશંકરે ટ્વીટ કરીને કહ્યું હતું કે, 'ગુરુદ્વારા પર થયેલા કાયરતાપૂર્ણ હુમલાની સખત શબ્દોમાં નિંદા કરવી જોઈએ '

વધુમાં તિરુમૂર્તિએ કહ્યું કે, 'અમે સહિષ્ણુતા અને સમાવેશને પ્રોત્સાહન આપવા માટે અમારા શ્રેષ્ઠ પ્રયાસો કરીએ છીએ. કોઈપણ મતભેદને કાયદાકીય માળખામાં ઉકેલવા જોઈએ.' પયગંબર મોહમ્મદ અંગે ભાજપના બે નેતાઓની ટિપ્પણી પર ઘણા મુસ્લિમ દેશો દ્વારા દર્શાવવામાં આવેલા ગુસ્સાનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે, 'અન્ય દેશોને વિશેષ મુદ્દો બનાવીને ભારત પ્રત્યે ગુસ્સો દર્શાવવાની જરૂર નથી.'

advertisment image