Tuesday, Jan 31, 2023 Today’s Paper

Income tax raids: દિલ્હીથી ઉત્તરાખંડ સુધી દેશમાં 50થી વધુ જગ્યાએ ઈન્કમ ટેક્સના દરોડા, જાણો શું છે મામલો

07 Sep, 22 34 Views

રાજનૈતિક ફંડિંગ કેસમાં ઈન્કમટેક્સ દેશભરમાં 50 થી વધુ સ્થળો પર દરોડા પાડી રહ્યું છે. આઈટી ટીમો દિલ્હીથી ઉત્તરાખંડ અને રાજસ્થાન જેવા રાજ્યોમાં પહોંચી ગઈ છે. એવું કહેવામાં આવ્યું છે કે કરચોરીના મામલામાં દિલ્હીના ઘણા બિઝનેસમેન આવકવેરા રડાર પર છે.

હાલમાં દેશભરમાં લગભગ 50 સ્થળોએ આઇટી (IT) ટીમો હાજર છે, જેમાંથી મોટા ભાગના બિઝનેસમેન (businessman) હોવાનું કહેવાય છે.

આજે સમગ્ર દેશમાં આવકવેરા વિભાગની (Income Tax Department) કાર્યવાહી જોવા મળી રહી છે. જણાવવામાં આવી રહ્યું છે કે રાજનૈતિક ફંડિંગ કેસમાં ઈન્કમટેક્સ દેશભરમાં 50 થી વધુ સ્થળો પર દરોડા પાડી રહ્યું છે. આઈટી ટીમો દિલ્હીથી ઉત્તરાખંડ અને રાજસ્થાન જેવા રાજ્યોમાં પહોંચી ગઈ છે. એવું કહેવામાં આવ્યું છે કે કરચોરીના મામલામાં દિલ્હીના ઘણા બિઝનેસમેન આવકવેરા રડાર પર છે. જયપુરમાં પણ વેપારીઓના સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા છે.

રાજસ્થાનના મંત્રી પર ITના દરોડા
રાજસ્થાનમાં મધ્યાહન ભોજનમાં કમાણી કરનારાઓ પર આવકવેરાના દરોડા ચાલુ છે. અશોક ગેહલોત સરકારમાં ગૃહ રાજ્ય મંત્રી રાજેન્દ્ર યાદવ અને મિડ ડે મીલ બિઝનેસ ગ્રુપ પર આવકવેરાના દરોડા પડ્યા છે. મંત્રી રાજેન્દ્ર યાદવની કોટપુતલીમાં ન્યુટ્રિશનલ ફેક્ટરી છે. IT ટીમો અત્યાર સુધીમાં 53 જગ્યાએ પહોંચી છે. આવકવેરાના દરોડામાં 300થી વધુ પોલીસકર્મીઓ સામેલ છે. આવકવેરાના દરોડામાં 100 વાહનોનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. જયપુર જિલ્લાના કોટપુતલી ખાતે પણ દરોડા પાડવામાં આવ્યા છે. આઈટી અધિકારીઓએ સુરક્ષા માટે સીઆરપીએફના જવાનોને પણ સાથે લીધા છે. રાજસ્થાનની સાથે દિલ્હી, મહારાષ્ટ્ર, ઉત્તરાખંડમાં પણ દરોડા પાડવામાં આવી રહ્યા છે.

બેંગ્લોર-મુંબઈમાં પણ રેડ
બેંગ્લોરમાં પણ આઈટીના દરોડાની માહિતી સામે આવી છે. કહેવામાં આવી રહ્યું છે કે મણિપાલ ગ્રૂપ પર પણ IT દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે. બેંગલુરુમાં 20થી વધુ જગ્યાએ ITની શોધ ચાલી રહી છે, તમામ પર ટેક્સ ચોરીનો આરોપ છે. મિડ ડે મિલ કૌભાંડ કેસમાં મુંબઈમાં પણ આવકવેરાના દરોડા ચાલી રહ્યા છે. અહીં ITની ટીમો 4-5 જગ્યાએ દરોડા પાડી રહી છે. આઇટી વિભાગને કેટલીક ચોક્કસ માહિતી મળ્યા બાદ દરોડા પાડવામાં આવી રહ્યા હોવાનું આઇટી સૂત્રોએ જણાવ્યું હતું. હાલમાં આઇટી વિભાગ લોકેશન જાહેર કરવા માંગતુ નથી.

Trending Tags: