Thursday, Dec 02, 2021 Today’s Paper

પેટ્રોલિયમ ઉત્પાદનોના ભાવ નિયંત્રણમાં લાવવા ભારત, અમેરિકા, ચીન, જાપાન અને કોરિયાએ ભેગા મળી આ પગલું ભર્યું

23 Nov, 21 48 Views

ભારત દરરોજ 50-55 લાખ બેરલ પેટ્રોલિયમ પેદાશોનો વપરાશ કરે છે

નવી દિલ્હી: ભારત તેના વ્યૂહાત્મક ઈમરજન્સી રિઝર્વમાંથી 50 લાખ  બેરલ ક્રૂડ ઓઈલ છોડવા (રિલીઝ) માટે સંમત થઈ ગયું છે. આ રિલીઝ  અમેરિકા, ચીન, જાપાન અને કોરિયા સહિત વિશ્વભરના મુખ્ય ગ્રાહકો સાથે વાતચીત કર્યા પછી સમાંતર રીતે કરવામાં આવ્યું છે.

ભારતે તેલની માંગને કૃત્રિમ રીતે નીચે લાવવા અંગે ચિંતા વ્યક્ત કરી છે


ભારતે તેલ ઉત્પાદક દેશો દ્વારા તેલના પુરવઠાને કૃત્રિમ રીતે માંગના સ્તરથી નીચે લાવવાના પ્રયાસો પર ચિંતા વ્યક્ત કરી છે, જેના કારણે પેટ્રોલિયમના ભાવમાં વધારો અને ઉપભોક્તા ચીજવસ્તુઓના ભાવમાં વધારો થવાના નકારાત્મક પરિણામો આવે છે. ભારત દરરોજ 50-55 લાખ બેરલ પેટ્રોલિયમ પેદાશોનો વપરાશ કરે છે, લગભગ એટલું જ પેટ્રોલિયમ રિઝર્વ કેન્દ્ર સરકારે રજૂ કરવા પર વિશ્વ સમુદાયના મોટા દેશો સાથે સહમતિ દર્શાવી છે. આ પ્રયાસથી પેટ્રોલિયમ ઉત્પાદક દેશો એટલે કે ઓપેક દેશોના ખાસ કરીને સાઉદી અરબ પર દબાણ કરવાનો પ્રયત્ન છે, જેથી કરીને તેઓ પેટ્રોલિયમ પેદાશોનું ઉત્પાદન વધારે અને તેની કિંમતો ઘટાડી શકાય.

કેન્દ્ર સરકારે પેટ્રોલ અને ડીઝલ પરની એક્સાઈઝ ડ્યુટીમાં ઘટાડો કર્યો છે


વડા પ્રધાન મોદી સ્થાનિક સ્તરે પેટ્રોલિયમ ડીઝલના ઊંચા ભાવોની સતત સમીક્ષા કરી રહ્યા છે, ફુગાવાના દબાણને નિયંત્રિત કરવા માટે, ભારત સરકારે 3 નવેમ્બર 2021ના રોજ પેટ્રોલ અને ડીઝલ પરની 'સેન્ટ્રલ એક્સાઈઝ ડ્યુટી'માં રૂ. 5 અને 10નો ઘટાડો કર્યો છે અને તેના પછી પેટ્રોલિયમ પર વેટ ઘણી રાજ્ય સરકારો દ્વારા ઘટાડી દેવામાં આવ્યો છે, સરકાર પર ભારે નાણાકીય બોજ હોવા છતાં નાગરિકોને રાહત આપવા માટે આ કડક પગલાં લેવામાં આવ્યા છે.

advertisment image