આ સમગ્ર મામલે ભારત સહિત યુએનના 107 સભ્ય દેશોએ રેકોર્ડેડ વોટની તરફેણમાં મતદાન કર્યા બાદ ગુપ્ત મતદાનની મોસ્કોની માંગને નકારી કાઢવામાં આવી હતી
India Russia: છેલ્લા સાત મહિનાથી રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ (Russia Ukraine war) ચાલી રહ્યું છે. આ દરમિયાન યુક્રેન પર રશિયા (Russia)ના હુમલાનું જોર સતત વધી રહ્યું છે. ત્યારે યુક્રેન (Ukraine) સંકટ મામલે ભારતે (India) રશિયાને મોટો ઝટકો આપ્યો છે. યુક્રેનના ચાર પ્રદેશો પર ગેરકાયદે કબજો કરવા બદલ રશિયા વિરુદ્ધ સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (United Nations General Assembly - UNGA)માં ડ્રાફ્ટ ઠરાવ લાવવામાં આવ્યો હતો. ઠરાવમાં રશિયાની નિંદા (Condemnation of Russia) કરવા માટે ખુલ્લા મતદાન માટે કહેવામાં આવ્યું હતું, પરંતુ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને (Vladimir Putin) ગુપ્ત મતદાનની માંગ કરી હતી. જોકે, ભારતે આ માંગને નકારી કાઢી હતી. હવે ભારતે પુતિનની આ માંગ વિરુદ્ધ યુએનમાં મતદાન કર્યું છે.
આ સમગ્ર મામલે ભારત સહિત યુએનના 107 સભ્ય દેશોએ રેકોર્ડેડ વોટની તરફેણમાં મતદાન કર્યા બાદ ગુપ્ત મતદાનની મોસ્કોની માંગને નકારી કાઢવામાં આવી હતી. માત્ર 13 દેશોએ ગુપ્ત મતદાન માટે રશિયાના કોલની તરફેણમાં મતદાન કર્યું, જ્યારે 39 લોકોએ મતદાનમાં ભાગ લીધો ન હતો. મતદાન ન કરનાર દેશોમાં રશિયા અને ચીનનો પણ સમાવેશ થાય છે.
નોંધનીય છે કે, ભારત યુએન સિક્યુરિટી કાઉન્સિલમાં અલ્બેનિયા દ્વારા રજૂ કરાયેલા ડ્રાફ્ટ ઠરાવ પર ગયા મહિને મતદાન કરવાથી દૂર રહ્યું હતું. રશિયાએ યુએન સિક્યુરિટી કાઉન્સિલના એક ઠરાવને વીટો કર્યો હતો જે મોસ્કોના "ગેરકાયદેસર લોકમત" ને વખોડવા માટે યુએસ અને અલ્બેનિયા દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો.
ભારત સહિત 104 દેશોએ આવા પુનર્વિચારની વિરુદ્ધમાં મતદાન કર્યા પછી જનરલ એસેમ્બલીએ ઠરાવ પર પુનર્વિચાર ન કરવાનો નિર્ણય કર્યો, જ્યારે 16એ તરફેણમાં અને 34એ ભાગ લીધો ન હતો. રશિયાના સ્થાયી પ્રતિનિધિ વેસિલી નેબેન્ઝિયાએ જણાવ્યું હતું કે, 'યુએનનું સભ્યપદ એક અત્યાચારી છેતરપિંડીનું સાક્ષી બન્યું છે જેમાં કમનસીબે જનરલ એસેમ્બલીના પ્રમુખે મુખ્ય ભૂમિકા ભજવી હતી.' તેમણે વધુમાં કહ્યું કે, 'આ એક અભૂતપૂર્વ છેડછાડ છે જે સામાન્ય સભા અને સમગ્ર સંયુક્ત રાષ્ટ્રની સત્તાને નબળી પાડે છે. અલબત્ત, આવા સંજોગોમાં અમે મતદાનમાં ભાગ ન લેવાનું પસંદ કર્યું છે.'
Trending Tags: