Saturday, Jun 10, 2023 Today’s Paper

Punjab: પંજાબમાં ફાઝિલ્કા બોર્ડર પર હેરોઈનનો મોટો જથ્થો પકડાયો, દેશમાં ડ્રગ્સ ઘુસાડવાનો પ્રયાસ નિષ્ફળ

07 Jan, 23 72 Views

થેલીની તપાસ કરતાં તેમાંથી 29 પેકેટમાં 31 કિલો 20 ગ્રામ હેરોઈન મળી આવ્યું હતું

Punjab: ભારતના કેટલાક મેટ્રો શહેરોમાં ડ્રગ્સ (drugs)નું દુષણ વધી રહ્યું છે. પાડોશી દેશ પાકિસ્તાન દ્વારા ભારત (India)માં ડ્રગ્સ ઘુસાડવાનો પ્રયાસ ઘણી વખત કરવામાં આવે છે. ત્યારે પાકિસ્તાન (Pakistan)નો આવા જ પ્રયાસને નિષ્ફળ બનાવવામાં આવ્યો છે. પંજાબ (Punjab)ના ફાઝિલ્કા (Fazilka) નજીક ભારત-પાકિસ્તાન બોર્ડર (India-Pakistan Border) પર હેરોઈન (Heroin)નો મોટો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. ફાઝિલકા પોલીસે માદક દ્રવ્યોની દાણચોરી સામે મોટી કાર્યવાહી કરતા 31 કિલો હેરોઈન રિકવર કર્યું છે. હેરોઈનના કન્સાઈનમેન્ટ સાથે બે લોકોની ધરપકડ પણ કરવામાં આવી છે.

સરહદી વિસ્તારના ચક અમીર તરફ કેટલાક શંકાસ્પદ જોવા મળ્યા, જેના પર BSFએ ફાયરિંગ શરૂ કરી દીધું. 6 જાન્યુઆરી, શુક્રવારે ફાઝિલ્કા બોર્ડર પર કેટલાક શંકાસ્પદ લોકોને જોવામાં આવ્યા હતા, જે બાદ બોર્ડર પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું.

મળતી માહિતી મુજબ, ભારત-પાકિસ્તાન સરહદ પર હિલચાલ જોયા પછી, બીએસએફએ ગોળીબાર કર્યો અને ફાઝિલ્કા પોલીસે વિસ્તારને સીલ કરી દીધો. જ્યારે ગગનકે ગામ તરફથી આવી રહેલી એક કારને પોલીસે અટકાવી તપાસ હાથ ધરી હતી. આ વાહનની તપાસ દરમિયાન તેમાંથી બે પ્લાસ્ટીકની થેલી મળી આવી હતી. થેલીની તપાસ કરતાં તેમાંથી 29 પેકેટમાં 31 કિલો 20 ગ્રામ હેરોઈન મળી આવ્યું હતું. આંતરરાષ્ટ્રીય બજારમાં તેની કિંમત 155 કરોડ રૂપિયા જણાવવામાં આવી રહી છે.

હીરોઇનના આ જથ્થા સાથે પોલીસે 2 લોકોની ધરપકડ કરી છે. એક વ્યક્તિ ફાઝિલકાના ચક અમીરા ગામનો રહેવાસી છે જ્યારે બીજો જલાલાબાદના મહાલમ ગામનો રહેવાસી છે. નોંધનીય છે કે, ગયા મહિનામાં બીએસએફના જવાનોએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું જેમાં બારીક ગામ નજીક હેરોઈનનું શંકાસ્પદ પેકેટ મળી આવ્યું હતું. જવાનોને પેકેટમાંથી 2 કિલો 650 ગ્રામ હેરોઈન મળી આવ્યું હતું. એક વ્યક્તિની ધરપકડ પણ કરવામાં આવી હતી. આ કેસમાં 14-15 ડિસેમ્બર, 2022ની રાત્રે ફાઝિલ્કામાં પાકિસ્તાનથી ડ્રોન દ્વારા માદક દ્રવ્યોનું એક કન્સાઈનમેન્ટ મોકલવામાં આવ્યું હતું. જે જવાનોની તત્પરતાના કારણે પકડાઈ હતી. પાકિસ્તાન સરહદેથી ભારતમાં ડ્રગ્સની દાણચોરી કરવાનો પ્રયાસ કરે છે.