બસપાએ 28 મેના રોજ સંસદના નવા બિલ્ડિંગના ઉદ્ઘાટનને સમર્થન આપ્યું
New Parliament Building: નવા સંસદ ભવનનું (New Parliament Building) ઉદ્ઘાટન 28 મે 2023ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi)ના હસ્તે કરવામાં આવનાર છે. કોંગ્રેસ (Congress) સહીત 19 વિપક્ષી પાર્ટીઓ વડાપ્રધાન મોદીના હસ્તે ઉદ્ઘાટનનો વિરોધ કરી રહી છે. વિપક્ષી નેતાઓનું કહેવું છે કે નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ (Draupadi Murmu)ના હસ્તે કરવામાં આવવું જોઈએ. જો કે આ દરમિયાન બહુજન સમાજ પાર્ટી (Bahujan Samaj Party - BSP) સુપ્રીમો માયાવતી (Mayawati)એ એક ચોંકાવનારો નિર્ણય લીધો છે. બસપાએ 28 મેના રોજ સંસદના નવા બિલ્ડિંગના ઉદ્ઘાટનને સમર્થન આપ્યું છે.
બહુજન સમાજ પાર્ટીના વડા માયાવતીએ ટ્વીટમાં લખ્યું કે, 'કેન્દ્રમાં પહેલા કોંગ્રેસની સરકાર હોય કે હવે ભાજપ, બસપાએ હંમેશા દેશ અને જનહિત સંબંધિત મુદ્દાઓ પર પક્ષની રાજનીતિથી ઉપર ઉઠીને તેમનું સમર્થન કર્યું છે અને 28મી મેના રોજ સંસદમાં નવા ભવનના ઉદ્ઘાટનને પણ પાર્ટી આ સંદર્ભમાં જોતા તેનું સ્વાગત કરે છે.'
માયાવતીએ ટ્વિટમાં વધુમાં લખ્યું- 'રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા નવી સંસદનું ઉદ્ઘાટન ન કરવા બદલ બહિષ્કાર અયોગ્ય છે. સરકારે તે બનાવ્યું છે, તેથી તેને તેનું ઉદ્ઘાટન કરવાનો અધિકાર છે. તેને આદિવાસી મહિલાઓના સન્માન સાથે જોડવું પણ અયોગ્ય છે. તેમને બિનહરીફ ચૂંટવાને બદલે તેમણે તેમની સામે ઉમેદવાર ઊભો કરતી વખતે વિચારવું જોઈતું હતું.'
વધુ એક ટ્વીટમાં માયાવતીએ લખ્યું- 'મને દેશને સમર્પિત કાર્યક્રમ, એટલે કે નવા સંસદ ભવનનાં ઉદ્ઘાટન સમારોહ માટે આમંત્રણ મળ્યું છે, જેના માટે હું આભારી છું અને મારી શુભેચ્છાઓ. પરંતુ પાર્ટીની સતત સમીક્ષા બેઠકો સંબંધિત પહેલેથી વ્યસ્તતાને કારણે હું તે સમારોહમાં હાજરી આપી શકીશ નહીં.'
માયાવતીએ અગાઉ સંસદના નવા ભવનનાં ઉદ્ઘાટન સમારોહને લઈને કહ્યું હતું કે, 'જ્યાં સત્તાનું અભિમાન હોય અને વિપક્ષનું સન્માન ન હોય તો તે સાચું સંસદ ભવન હોઈ જ ન શકે, આવી સંસદના ઉદ્ઘાટનમાં શા માટે જવું.'
Trending Tags: