Thursday, May 26, 2022 Today’s Paper

ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 2.35 લાખથી વધુ નવા કેસ નોંધાયા, 871 લોકોના મોત

29 Jan, 22 59 Views

રોગચાળાને કારણે જીવ ગુમાવનારા લોકોની સંખ્યા વધીને 4,93,198 થઈ ગઈ છે

નવી દિલ્હી : દેશમાં જીવલેણ કોરોનાવાયરસ રોગચાળાના કેસ ગઈકાલની સરખામણીએ આજે ​​ફરી ઘટ્યા છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના વાયરસના 2,35,532 નવા કેસ નોંધાયા છે દેશમાં દૈનિક પોઝિટિવ દર હવે ઘટીને 13.39 ટકા પર આવી ગયો છે. ગઈકાલથી અત્યાર સુધીમાં દેશમાં 15 હજાર 677 કેસ ઘટ્યા છે. બીજી તરફ કોરોના વાયરસના કારણે છેલ્લા 24 કલાકમાં  871 લોકોના મોત થયા છે.  


સક્રિય કેસ નોંધાયો ઘટાડો

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ, હવે દેશમાં સક્રિય કેસની સંખ્યા ઘટીને 20,04,333 થઈ ગઈ છે. તે જ સમયે, આ રોગચાળાને કારણે જીવ ગુમાવનારા લોકોની સંખ્યા વધીને 4,93,198 થઈ ગઈ છે.

દેશવ્યાપી રસીકરણ અભિયાન હેઠળ, અત્યાર સુધીમાં એન્ટી-કોરોનાવાયરસ રસીના 165 કરોડથી વધુ ડોઝ આપવામાં આવ્યા છે. ગઈકાલે 56,72,766 ડોઝ આપવામાં આવ્યા હતા, અત્યાર સુધીમાં દેશમાં રસીના 1,65,04,87,260 ડોઝ આપવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં 3,35,939 લોકો સાજા થયા હતા, ત્યારબાદ અત્યાર સુધીમાં દેશમાં 3,83,60,710 લોકો ચેપ મુક્ત થઈ ગયા છે.

Trending Tags:

advertisment image