Saturday, Jan 29, 2022 Today’s Paper

ઢોસા માટે ધીંગાણું ખેલાયું, ચટણીના છાંટા ઉડતા યુવતીઓએ મારામારી શરૂ કરી, જુઓ Video

02 Dec, 21 45 Views

દુકાન પર ઢોસા ખાતી વખતે યુવતીઓના કપડા પર ચટણીના છાંટા પડતા વિવાદ થયો હતો

પટનાઃ બિહારના મુઝફ્ફરપુર જિલ્લામાં ઢોસાને લઈને ચાર યુવતીઓની વચ્ચે ધીંગાણું ખેલાઈ ગયું અને ગડદા પાટુ સુધી આવી ગયા હતા.  ઢોસાની એક દુકાન પર ઢોસા ખાતી વખતે યુવતીઓના કપડા પર ચટણીના છાંટા પડતા વિવાદ થયો હતો. ત્યાર બાદ જોતજોતામાં તો યુવતીઓ વચ્ચે મારામારી શરૂ થઈ ગઈ હતી.

દરમિયાન ત્યાં હાજર કેટલાક લોકોએ ઝઘડો શાંત કરાવાનો પ્રસાય કર્યો હતો, જ્યારે અમુક લોકો તેનો વીડિયો ઉતારતા રહ્યાં હતા.  મારપીટ કરનારી ચારેય યુવતીઓમાંથી બંને તરફ બબ્બે યુવતી હતી. તેમની વચ્ચે ચટણીના છાંટા ઉડવાને કારણે વિવાદ થયો અને પછી થયો વિવાદ વધી ગયો હતો.

આ ઘટના બાદ ઘટના સ્થળે લોકોનું ટોળુ એકઠુ થઈ ગયું હતું. ભીડની હાજરીમાં બંને પક્ષને શાંતિ કરવાની કોશિશ કરી, ભારે મથામણ બાદ આખરે ચારેયને અલગ કરી. ત્યારે જતાં મામલો થોડો શાંત થયો. 

advertisment image