Wednesday, Sep 27, 2023 Today’s Paper

NCP Working President: પ્રફુલ પટેલ અને સુપ્રિયા સુલે બન્યા NCPના કાર્યકારી અધ્યક્ષ, શરદ પવારે કરી જાહેરાત

10 Jun, 23 76 Views

પ્રફુલ પટેલને કાર્યકારી પ્રમુખની સાથે મધ્યપ્રદેશ, રાજસ્થાન અને ગોવાની જવાબદારી સોંપવામાં આવી છે

NCP Working President: લોકસભા ચૂંટણી 2024 (Lok Sabha Election 2024) પહેલા દેશની વિવિધ રાજકીય પાર્ટીઓ (Political parties)માં નેતાઓની જવાબદારીઓને લઈને વિવિધ ફેરફાર કરવામાં આવી રહ્યા છે. ગઈકાલે ગુજરાત કોંગ્રેસ (Gujarat Congress)ની કમાન શક્તિસિંહ ગોહિલ (Shaktisinh Gohil)ને સોંપવામાં આવી હતી. જયારે આજે 10 જૂન, શનિવારે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (Nationalist Congress Party)ના સંગઠનમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. પાર્ટીના વડા શરદ પવારે (Sharad Pawar) નીસીપીના 25માં સ્થાપના દિવસના અવસર પર મોટી જાહેરાત કરી છે. પ્રફુલ પટેલ (Praful Patel) અને સુપ્રિયા સુલે (Supriya Sule)ને NCPના કાર્યકારી અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે.

એનસીપીના વડા શરદ પવારે કાર્યકારી અધ્યક્ષના નામની જાહેરાત કરી તેનો વિડીયો ન્યુઝ એજન્સી દ્વારા જાહેર કરવામાં આવ્યો છે. નોંધનીય છે કે, શરદ પવારે થોડા દિવસો પહેલા પાર્ટી અધ્યક્ષ પદ છોડવાની જાહેરાત કરી હતી. જો કે, પાર્ટીના નેતાઓ અને કાર્યકરોના દબાણ પછી, પવાર આ પદ પર ચાલુ રાખવા માટે સંમત થયા હતા.

સુનિલ તટકરેને રાષ્ટ્રીય મહાસચિવ બનાવવામાં આવ્યા છે. આ સાથે તેમને ઓડિશા, પશ્ચિમ બંગાળ, ખેડૂતો અને લઘુમતી વિભાગમાં પાર્ટીનું કામ જોવાની જવાબદારી સોંપવામાં આવી છે. પ્રફુલ પટેલને કાર્યકારી પ્રમુખની સાથે મધ્યપ્રદેશ, રાજસ્થાન અને ગોવાની જવાબદારી સોંપવામાં આવી છે.

કાર્યકારી અધ્યક્ષની સાથે સુપ્રિયા સુલેને મહારાષ્ટ્ર, હરિયાણા, પંજાબ, મહિલા, યુવા અને લોકસભા સમન્વયની જવાબદારી પણ સોંપવામાં આવી છે. પાર્ટીના 25માં સ્થાપના દિવસ નિમિત્તે સંગઠનના નવા હોદ્દેદારોના નામની જાહેરાત કરવામાં આવી હતી.