Thursday, Dec 02, 2021 Today’s Paper

મોદી સરકાર દરેક મોરચે નિષ્ફળ, મમતા બેનર્જીને મળ્યા બાદ સુબ્રમણ્યમ સ્વામીના તેવર વધુ આક્રમક બન્યા

25 Nov, 21 32 Views

સુબ્રમણ્યમ સ્વામીએ મોદી સરકારનો રિપોર્ટ કાર્ડ રજૂ કર્યો- અર્થતંત્રથી માંડી, સરહદ સુરક્ષા, વિદેશ નીતિ, રાષ્ટ્રીય સુરક્ષા અને આંતરિક સુરક્ષામાં નિષ્ફળ

નવી દિલ્હીઃ મોદી સરકાર ઈકોનોમી, સીમા સુરક્ષા, વિદેશ નીતિ, રાષ્ટ્રીય સુરક્ષા અને આંતરિક સુરક્ષા જેવા મુદ્દાઓ પર નિષ્ફળ છે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતાને મળ્યા બાદ સુબ્રમણ્યમ સ્વામીએ મોદી સરકાર સામે આક્રમક નિવેદન આપ્યું હતું.

ભારતીય જનતા પાર્ટીના સાંસદ સુબ્રમણ્યમ સ્વામી અને ટીએમસીના પ્રમુખ તેમજ બંગાળના સીએમ મમતા બેનરજી વચ્ચે ગઈકાલે મુલાકાત થઈ હતી. મુલાકાત બાદ સ્વામીએ મોદી સરકાર પરના હુમલા તેજ કરી દીધા છે. પોતાની જ સરકાર પર સવાલ ઉઠાવીને સ્વામીએ કહ્યુ છે કે, મોદી સરકાર દરેક મોરચે નિષ્ફળ રહી છે.

મોદી સરકારની ઝાટકણી કાઢતા તેમણે કહ્યુ હતુ કે, મોદી સરકાર અર્થતંત્રથી માંડી, સરહદ સુરક્ષા, વિદેશ નીતિ, રાષ્ટ્રીય સુરક્ષા અને આંતરિક સુરક્ષા જેવા મુદ્દાઓ પર નિષ્ફળ છે. અફગાનિસ્તાન સંકટ સાથે પણ આ સરકાર કામ પાર પાડી શકી નથી. પેગાસસ જાસૂસી પ્રકરણ માટે પણ કેન્દ્ર જ દોષી છે.આ નિષ્ફળતાઓની જવાબદારી કોની છે.


मोदी सरकार प्रत्येक आघाडीवर अपयशी', ममतांच्या भेटीनंतर सुब्रमण्यम  स्वामींकडून केंद्र सरकारवर हल्लाबोल - Marathi News | Day after praising  Mamata Banerjee ...

આ પહેલા સ્વામીએ મમતા બેનરજી સાથે મુલાકાત બાદ પણ મમતાના વખાણ કરીને તેમની સરખામણી રાજીવ ગાંધી, મોરારજી દેસાઈ, જયપ્રકાશ નારાયણ, પીવી નરસિમ્હા રાવ જેવા દિગ્ગજો સાથે કરી હતી. સ્વામીએ આ પહેલા પણ કહ્યુ  હતુ કે, મોદી સરકાર બેવકૂફોથી ભરેલી છે અને ચીનના ઈરાદાનો આમને સામને મુલાકાત બાદ પણ અંદાજો લગાવી શકી નથી.

advertisment image