તેના શરીર પર બનેલા તમામ ટેટૂ માત્ર જીવડાંઓના છે. અત્યાર સુધીમાં તેણે પોતાના શરીર પર 864 કીડીમકોડાંઓના ટેટૂ કરાવ્યા છે
આ દુનિયા ઘણા તરંગી લોકોથી ભરેલી છે. કેટલાક લોકો ધૂનમાં એવા કામો કરી નાખે છે જેના વિશે કોઈ વિચારી પણ ન શકે. કેટલાક રેકોર્ડ લોકોને પ્રેરણા આપીને કંઈક નવું કરવાનો ઈરાદો પૂરો પડે છે. (Man with Tattoo on Body)બીજી બાજુ કેટલાક રેકોર્ડ્સ એવા વિચિત્રતાથી ભરેલા હોય છે કે તેના વિશે જાણીને જ તમને હસવું આવશે. ટેટૂ એ બોડી આર્ટ છે, પોતાના પર કેટલીક યાદગાર પળોને જીવનભર ચિહ્નિત કરવા માટે ટેટૂ બનાવવામાં આવે છે. પણ કેટલાક લોકો માત્ર શરીર સજાવવા માટે તેને ચિત્રાવે છે, આવા ઇન્ક લવર્સ તેમના આખા શરીરને ટેટૂથી ભરી મૂકે છે. (Guinness world records on Tattoo)
આવા જ એક ધૂની ટેટૂ પ્રેમી માઈકલ અમોઆ છે. માઈકલના નામે ગિનિસ વર્લ્ડ રેકોર્ડ નોંધાયેલો છે. કે તેણે તેના આખા શરીરને ટેટૂથી છૂંદાવ્યું છે. પરંતુ તેના ટેટૂમાં એક ખાસ વાત છે કે, તેના શરીર પર બનેલા તમામ ટેટૂ માત્ર જીવડાંઓના છે. હા, આ ટેટૂ પ્રેમીએ તેના શરીર પર બનાવેલા તમામ ટેટૂ માત્ર જીવ-જંતુઓના છે. અત્યાર સુધીમાં તેણે પોતાના શરીર પર 864 કીડીમકોડાંઓના ટેટૂ કરાવ્યા છે. જેના કારણે તેણે વર્લ્ડ રેકોર્ડમાં પોતાનું નામ નોંધાવ્યું છે. પરંતુ આ રેકોર્ડ બાદ પણ તે ધરાયો નથી. હાલમાં તે હજી ટેટૂ દોરવી પોતાનો જ રેકોર્ડ તોડવા માંગે છે.
નાનપણની બીમારીનો ઉપાય
માઈકલનું ખૂબ જ નાની ઉંમરે લ્યુકેમિયાનું નિદાન થયું હતું. આ પછી, થોડા સમય માટે તેને સપના આવવા લાગ્યા કે તે જીવજંતુઓ ખાઈ રહ્યો છે. આખો સમય તે જંતુઓ ખાવાના સપના આવતા. માઈકલે આ ડર પર વિજય મેળવવાની તૈયારી શરૂ કરી. આ માટે તેણે શરીર પર ટેટૂ કરાવવાનું નક્કી કર્યું. એક પછી એક, તેણે માત્ર કીડીમંકોડાઓના ટેટૂ ચિત્રાવવાનું શરૂ કર્યું. આ ધૂનમાં માઇકલે પોતાના શરીર પર કુલ 864 જીવડાંઓના ટેટૂ કરાવ્યા હતા.
હજુ મન નથી ભરાયું
માઇકલે ટેટૂનો અગાઉનો વર્લ્ડ રેકોર્ડ તોડ્યો હતો. આ પહેલા રેકોર્ડ જેના નામે હતો, તેણે પોતાના શરીરમાં 462 ટેટૂ બનાવડાવ્યા હતા. પરંતુ હવે આ રેકોર્ડ માઈકલના નામે છે. જો કે, તાજેતરમાં એક ઇન્ટરવ્યુમાં તેણે સંકેત આપ્યો હતો કે તે હવે અટકવાનો નથી. વધુ ટેટૂ બનાવશે અને તે નિશ્ચિત કરશે કે આવનારા દાયકાઓ સુધી આ રેકોર્ડ કોઈ તોડે નહીં. માઇકલે કહ્યું કે તેને લાગે છે કે તેને હજી ટેટૂની જરૂર છે. મારું શરીર કેનવાસ છે. હું તેના પર આર્ટ બનવું છું અને હવે આ આર્ટ ચાલુ રહેશે.