ધર્મશાળાથી મેકલિયોડગંજ જતા ખારા દાંડા માર્ગ પર લાઇબ્રેરી પાસે ભૂસ્ખલન થયું છે
Dharamshala Landslide: હિમાચલ પ્રદેશ (Himachal Pradesh)માં આવેલું મેકલિયોડગંજ (McLeodganj)એક સુંદર પ્રવાસન સ્થળ છે. પરંતુ આજે 5 ઓગસ્ટ, શુક્રવારે આ સ્થળ પર અવરજવર બંધ થઈ ગઈ છે. હકીકતમાં ગુરુવારે મોડી રાતથી શુક્રવાર સવાર સુધી કાંગડા ઘાટીમાં ભારે વરસાદ પડ્યો હતો. વરસાદને કારણે ઘણી જગ્યાએ ભૂસ્ખલન (Landslide) થયું છે. ભૂસ્ખલનને કારણે જિલ્લા મુખ્યાલય ધર્મશાળા (Dharamshala Landslide)ને અડીને આવેલા પ્રવાસન શહેર મેકલિયોડગંજની અવરજવર સંપૂર્ણપણે ખોરવાઈ ગઈ છે. અહીં આજે સવારથી વાહનોની અવરજવર સદંતર બંધ છે. વાસ્તવમાં ધર્મશાળાથી મેકલિયોડગંજ જતા મુખ્ય માર્ગ પર આર્મી વિસ્તારમાં પોસ્ટ ઓફિસની નજીક રોડ પર એક મોટું ઝાડ પડી ગયું છે. જેના કારણે રસ્તો બ્લોક થઈ ગયો છે. આ સાથે જ ભૂસ્ખલનને કારણે ઘણી ગાડીઓને નુકસાન પહોંચ્યું છે.
મળતી માહિતી મુજબ, ધર્મશાળાથી મેકલિયોડગંજ જતા ખારા દાંડા માર્ગ પર લાઇબ્રેરી પાસે ભૂસ્ખલન થયું છે. ભૂસ્ખલનને કારણે કેટલાક વૃક્ષો પડી ગયા છે, સાથે જ આખો કાટમાળ રસ્તા પર એકઠો થઈ ગયો છે. જેના કારણે અવરજવર સદંતર થંભી ગઈ છે. ભૂસ્ખલનને કારણે રોડ પણ સંપૂર્ણ ક્ષતિગ્રસ્ત થવાની સાથે પાર્ક કરાયેલા વાહનોને પણ નુકસાન થયું છે. ખાડા દંડા રોડ પરથી જેસીબી મારફત રોડ પરથી ઝાડ તેમજ ભૂસ્ખલનનો કાટમાળ હટાવ્યા બાદ જ રોડની કામગીરી પુન: શરૂ કરી શકાશે. ધર્મશાળાથી મેકલિયોડગંજ તરફ આવતા બંને માર્ગો હાલ સંપૂર્ણ બંધ છે.
સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે, 'ધર્મશાળામાં સતત વરસાદને કારણે ભૂસ્ખલન થઈ રહ્યું છે. તેમણે જણાવ્યું કે શુક્રવારે સવારે લગભગ 5:00 વાગ્યે ભારે વરસાદને કારણે અચાનક ભૂસ્ખલન થયું અને રસ્તા પર પાર્ક કરેલા વાહનો પણ આ ભૂસ્ખલનની ઝપેટમાં આવી ગયા. ઘણી મહેનત બાદ ભૂસ્ખલનનો ભોગ બનેલા વાહનોને બહાર કાઢવામાં આવ્યા હતા.' ભૂસ્ખલનની ઘટનાના થોડા સમય બાદ જિલ્લા વહીવટી તંત્ર પણ ઘટનાસ્થળે પહોંચી ગયું હતું. આ સાથે જ ધર્મશાળાની આસપાસના વિસ્તારોમાં ઘણી જગ્યાએ વૃક્ષો અને ભૂસ્ખલનના અહેવાલો મળી રહ્યા છે.
Trending Tags: