Thursday, May 26, 2022 Today’s Paper

કોરોનાના નવા વેરિઅન્ટ Neocovને લઇ શું કહ્યું WHOએ, જાણો…

29 Jan, 22 65 Views

દક્ષિણ આફ્રિકામાં ચામાચીડિયામાં શોધાયેલ NeoCoV કોરોનાવાઇરસ માનવો માટે ખતરો છે કે કેમ તે પ્રશ્ન માટે વધુ અભ્યાસની જરૂર

જીનિવાઃ કોરોના વાઇરસના નવા વેરિઅન્ટ નિયોકોવ (NeoCov)ના સંક્રમણ ફેલાવાના અહેવાલ છેલ્લા કેટલાક દિવસથી ઇન્ટરનેટમાં પ્રસારિત થઇ રહ્યાં છે. જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે NeoCov નામનો આ વાઇરસ દક્ષિણ આફ્રિકામાં ચામાચીડિયામાં મળી આવ્યો છે અને શક્ય છે કે SARS-CoV-2ની જેમ જ માનવ કોષોમાં પ્રવેશી શકે છે. 

આ અહેવાલ એક ચીની રિસર્ચ પેપર પર આધારીત છે જેની હજુ સમીક્ષા કરવાની બાકી છે. આ ઉપરાંત NeoCov પર કરવામાં આવેલી તમામ વાત અનુમાન પર આધારિત છે. NeoCov ફક્ત ચામડચીડિયામાં મળી આવ્યો છે અને તેનાથી હજુ સુધી કોઇ મનુષ્ય સંક્રમિત થયો નથી.

દરમિયાન વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) એ કહ્યું છે કે નવા વેરિઅન્ટની ક્ષમતા અંગે વધુ સ્પષ્ટતાની જરૂર છે.  ચીનના વુહાન શહેર જ્યાં કોવિડ વાઇરસ 2019 ના છેલ્લા મહિનામાં પ્રથમ વખત જોવા મળ્યો હતો, હવે કોવિડ વાયરસના અન્ય સૌથી ખતરનાક અને જીવલેણ વેરિઅન્ટ વિશે ચેતવણી રજૂ કરી છે.

વુહાનના વૈજ્ઞાનિકોએ કહ્યું છે કે આ એક નવા પ્રકારનો વાઇરસ છે. જેમાં ચેપથી મૃત્યુદર સૌથી વધુ છે. આ વાયરસ ઘણા વર્ષો પહેલા મધ્ય પૂર્વના દેશોમાં મળી આવ્યો હતો અને તે SARS-CoV-2 જેવો જ છે, જે મનુષ્યમાં કોરોનાવાયરસનું કારણ બને છે.

જો કે હજી સુધી તેના પિયર-રિવ્યૂ કરવામાં આવ્યા નથી, એટલે કે આ સંશોધનની સંપૂર્ણ સમીક્ષા કરવાની બાકી છે. જો કે WHOના મતે તાજેતરમાં દક્ષિણ આફ્રિકામાં ચામાચીડિયામાં શોધાયેલ NeoCoV કોરોનાવાઇરસ માનવો માટે ખતરો છે કે કેમ તે પ્રશ્ન માટે વધુ અભ્યાસની જરૂર છે. આરોગ્ય સંસ્થાએ ટાસ સમાચાર એજન્સીના હવાલે ટાંકયું હતું કે શું અભ્યાસમાં જોવા મળેલો વાયરસ મનુષ્યો માટે જોખમ ઉભું કરશે કે કેમ તે અંગે વધુ અભ્યાસની જરૂર પડશે.

ડબ્લ્યુએચઓએ કહ્યું કે તે ઉભરતા ઝૂનોટિક વાઇરસના ખતરા પર દેખરેખ રાખવા અને તેની પ્રતિક્રિયા આપવા માટે વર્લ્ડ ઓર્ગેનાઈઝેશન ફોર એનિમલ હેલ્થ (OIE), ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઈઝેશન (FAO) અને યુનાઈટેડ નેશન્સ એન્વાયર્નમેન્ટ પ્રોગ્રામ (UNEP) સાથે મળીને કામ કરી રહ્યા છે.

હાલ WHOના એનિમલ હેલ્થ, ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઈઝેશન અને યુએન એન્વાયરમેન્ટ પ્રોગ્રામે ઉભરતા નિયોકોવ વાયરસને ટ્રેક કરવાનું અને આ વાયરસના સંભવિત જોખમ અંગે માહિતી એકત્રિત કરવાનું શરૂ કરી દીધું છે. 

advertisment image