Thursday, Dec 02, 2021 Today’s Paper

ભારતના દુશ્મન સાવધાન! દરિયાની સાયલન્ટ કિલર 'INS વેલા' સબમરિન ભારતીય નેવીમાં થઇ છે સામેલ

25 Nov, 21 49 Views

વેલાને ફ્રાંસની બનાવટની સ્કોર્પિયન ક્લાસ સબમરીનની ડિઝાઈન પ્રમાણે બનાવવામાં આવી છે અને તેનુ નિર્માણ ભારતમાં જ થયુ છે

નવી દિલ્હીઃ કલાવરી ક્લાસ સબમરીન એટલે આઈએનએસ વેલા આઈએનએસ વેલા આજે વિધિવત રીતે સામેલ થઈ ગઈ છે.  સબમરીન સ્પેશિયલ સ્ટીલમાંથી બની છે, તેમાં હાઇ સેન્સાઇલ સ્ટેન્થ છે જે પાણીની અંદર જઇ ઓપરેટ કરવામાં સક્ષમ છે.

પ્રોજેક્ટ 75 હેઠળ બનનારી 6 સબમરિન પૈકીની એક છે. ડિઝલ ઈલેક્ટ્રિક એટેક સબમરિનના ક્લાસમાં આવતી વેલાને સંરક્ષણ નિષ્ણાતો સાઈલન્ટ કિલરનુ ઉપનામ આપી રહ્યા છે. કારણકે તે દુશ્મનને ખબર પણ ના પડે તે રીતે તેના પર ત્રાટકી શકે છે.

સબમરિનને વેલા માછલીનુ નામ અપાયુ છે. જે સમુદ્રની સૌથી ખતરનાક શિકારી માછલી પૈકીની એક ગણાય છે. તેનો એક ડંખ કોઈ પણ સજીવને ખતમ કરવા માટે કાફી છે.

ભારત સરકારે 2005માં ફ્રાન્સની કંપની  મેસર્સ નેવલ ગ્રુપ (પહેલી ડીસીએનએસ)ની સાથે ટ્રાન્સફર ઓફ ટેક્નોલોજી અંતર્ગત કરાર કર્યો હતો. વેલાને ફ્રાંસની બનાવટની સ્કોર્પિયન ક્લાસ સબમરીનની ડિઝાઈન પ્રમાણે બનાવવામાં આવી છે અને તેનુ નિર્માણ ભારતમાં જ મઝગાંવ ડોકમાં થયુ છે.  તેનુ નિર્માણ 2019માં શરૂ થયુ હતુ અને 2021માં નૌકાદળને તે સોંપી દેવામાં આવી છે. આજે નૌકાદળના વડા એડમિરલ કરમબીર સિંહની હાજરીમાં સબમરિનને ભારતીય નૌકાદળને સોંપવામાં આવી હતી.

સબમરીનની મહત્તમ ઝડપ 20 કિલોમીટર નોટિકલ માઈલ છે પણ જ્યારે તે દરિયામાં ડુબકી મારે છે ત્યારે તેની મહત્તમ ઝડપ 37 કિલોમીટર થઈ શકે છે. દરિયાની સપાટી પર તે એક સાથે 12000 કિલોમીટરની મુસાફરી કરી શકે છે અને દરિયાની અંદર તે 1020 કિલોમીટરની યાત્રા કરવા માટે સક્ષમ છે.

વેલા 221 ફૂટ લાંબી, 40 ફુટ ઉંચી અને 19 ફૂટ પહોળી છે. તેમાં ચાર શક્તિશાળી ડિઝલ એન્જિન લગાવાયા છે. વધારે તાકાત આપવા તેમાં ભારતમાં નિર્મિત ફ્યુલ સેલ પણ લગાવાય છે. સબમરિનના એન્જિન ઓછામાં ઓછો અવાજ કરે તે પ્રકારના છે.

પાણીની અંદર તે 50 ફૂટ ઉંડાઈ સુધી જઈ શકે છે.મહત્તમ 1150 ફૂટની ડુબકી મારી શકે છે.વેલામાં 8 નૌ સેના અધિકારીઓ અને 35 જવાનો તૈનાત થઈ શકે છે.

આઈએનએસ વેલા પર 6 ટોરપિડો ટ્યુબ ફિટ કરાઈ છે અને તેમાં 18 ટોરપિડો લગાવી શકાય છે..ટોરપિડો જર્મન બનાવટના છે.સબમરિન થકી એક સાથે 30 માઈન્સ પણ દરિયામાં બીછાવી શકાય છે.આ સિવાય તેમાં એન્ટી શિપ મિસાઈલ પણ તૈનાત કરી શકાય છે.એસએમ.39 એક્ઝોસેટ મિસાઈલની ઝડપ 1148 કિમી પ્રતિ કલાકની છે.જેનાથી બચવુ દુશ્મન જહાજ માટે મુશ્કેલ છે.

ભારત પાસે વેલા નામની સબમરિન 1973માં હતી. તેણે 2010 સુધી ભારતીય નેવી માટે સેવા આપી હતી. જે સોવિયેટ બનાવટની ફોક્સટ્રોટ ક્લાસની સબમરિન હતી. નવી  સબમરિન આઈએનએસ વેલા વેસ્ટર્ન કમાન્ડ હેઠળ રહેશે અને તે મુંબઈમાં તૈનાત થશે.

advertisment image