Saturday, Jun 10, 2023 Today’s Paper

Joe Biden Murder Plan: અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેનની હત્યા કરવાનો ઘડી રહ્યો હતો પ્લાન, ભારતીય મૂળના આરોપીએ કબૂલ્યું

24 May, 23 63 Views

ઘટનાસ્થળ પાસે આવેલી હે એડમ્સ હોટલને ખાલી કરાવવામાં આવી હતી

Joe Biden Murder Plan: અમેરિકા (America)ના રાષ્ટ્રપતિ જો બાઈડેન (Joe Biden)ને મારી નાખવાનો છેલ્લા 6 મહિનાથી પ્લાન ઘડવામાં આવી રહ્યો હતો. આવી કબૂલાત એક ભારતીય મૂળ (Indian origin)ના આરોપીએ કરી છે. અમેરિકાના વ્હાઇટ હાઉસ (White House)માં પ્રેસિડેન્ટ ઑફિસના બેરિકેડમાં ટ્રક ઘુસાડવાના આરોપી 19 વર્ષીય ભારતીય મૂળના કિશોરે સત્તાવાળાઓને કહ્યું છે કે, તે રાષ્ટ્રપતિ જો બાઈડેનને મારી નાખવાની યોજના બનાવી રહ્યો હતો. તેમને સત્તા પરથી હટાવવા માટે વ્હાઇટ હાઉસની અંદર પ્રવેશવા માંગતા હતા.  

અમેરિકાના સમાચારપત્ર અનુસાર, યુએસ પાર્ક પોલીસે સાઈ વશિષ્ઠ કંડુલાની ટ્રક લાફાયેટ પાર્કની ઉત્તર બાજુએ સુરક્ષા બેરિકેડમાં ઘૂસી જતાં તેની ધરપકડ કરી હતી. આ ઘટના 22 મે, સોમવારે રાત્રે 10 વાગ્યાની આસપાસ બની હતી. ઘટનાસ્થળ પાસે આવેલી હે એડમ્સ હોટલને ખાલી કરાવવામાં આવી હતી. ટ્રકની ટક્કરમાં કોઈને ઈજા થઈ નથી.સ્થળ અને વ્હાઇટ હાઉસના દરવાજા વચ્ચે ઘણું અંતર હતું, પરંતુ ઘટના બાદ રસ્તો અને તેની બાજુમાં આવેલો રસ્તો બંધ કરી દેવામાં આવ્યો હતો. 

કોર્ટમાં રજૂ કરાયેલા દસ્તાવેજોમાં કહેવામાં આવ્યું છે કે કંડૂલાએ અધિકારીઓને કહ્યું કે તે છેલ્લા છ મહિનાથી આ હુમલાની યોજના બનાવી રહ્યો હતો. મિઝોરીના ચેસ્ટરફિલ્ડના રહેવાસી કંડુલાએ સેન્ટ લુઈસથી ડલ્લાસ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર પહોંચ્યાના થોડા સમય બાદ સોમવારે રાત્રે એક ટ્રક ભાડે લીધી હતી, એક સિક્રેટ સર્વિસ એજન્ટે વોશિંગ્ટન, ડી.સી.ની ફેડરલ ડિસ્ટ્રિક્ટ કોર્ટને જણાવ્યું હતું, પરંતુ તેને લઈ જવામાં આવ્યો હતો.

પ્રેસ સેક્રેટરી કરીન જીન-પિયરે આ ઘટના બાદ કહ્યું કે, 'જ્યારે ટ્રક બહાર અથડાઈ ત્યારે રાષ્ટ્રપતિ જો બિડેન વ્હાઇટ હાઉસમાં હતા. લોનના સમય અંગે ચર્ચા કરવા માટે તેમણે ગૃહના સ્પીકર કેવિન મેકકાર્થી સાથે મુલાકાત કરી.'