Thursday, Aug 11, 2022 Today’s Paper

OMG! મા-દીકરીની પાયલટ જોડીએ ઉડાડ્યું પ્લેન, એરલાઈને શેર કરી આ ઐતિહાસિક ઘટના

05 Aug, 22 16 Views

બાળકો સામાન્ય રીતે તેમના માતાપિતા જેવો વ્યવસાય પસંદ કરે છે. લાંબા સમય સુધી તેઓને તે વ્યવસાયની ખામીઓ અને યોગ્યતાઓ જાણતાં હોય છે.

સાઉથવેસ્ટ એરલાઈન્સે તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ સાઉથવેસ્ટર પર એક વિડિયો ક્લિપ શેર કરી હતી, જેમાં માતા અને પુત્રી બંને એકસાથે પ્લેન ઉડાડતા જોવા મળ્યા હતા. ઈન્ટરનેટ પર શેર થયા બાદ લોકોએ તેને ખૂબ પસંદ પણ કર્યો.

જેમ બાળકો માટે તેમનું ઘર પેહલી નિશાળ હોય છે, તેમ માતાપિતા તેમના પેહલા ગુરુ હોય છે. માતાપિતાનું વર્તન, માતાપિતાનો વ્યવસાય બાળકો પર ખૂબ અસર કરે છે. (Viral Video) આ જ કારણ છે કે, બાળકો સામાન્ય રીતે તેમના માતાપિતા જેવો વ્યવસાય પસંદ કરે છે. (Ajab Gajab News) લાંબા સમય સુધી તેઓને તે વ્યવસાયની ખામીઓ અને યોગ્યતાઓ જાણતાં હોય છે.

આ સાથે જે તેમને મદદ કરી શકે અને સમય-સમય પર માર્ગદર્શન આપી શકે તેવા એક ઉત્તમ ગાઈડ પણ ઘરે જ હાજર મળે છે, આવા જ એક કિસ્સામાં એક મા-દીકરીએ કરેલા અદ્ભુત કામે સૌને દંગ કરી દીધા હતા. (Pilot Mother Daughter)

સાઉથવેસ્ટ એરલાઈન્સે તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ સાઉથવેસ્ટર પર એક વિડિયો ક્લિપ શેર કરી હતી, જેમાં માતા અને પુત્રી બંને એકસાથે પ્લેન ઉડાડતા જોવા મળ્યા હતા. ઈન્ટરનેટ પર શેર થયા બાદ લોકોએ તેને ખૂબ પસંદ પણ કર્યો. (SouthWest Airlines Pilot)

મા-દીકરીની પાયલટ જોડીએ સાથે મળીને ઐતિહાસિક ઉડાન ભરી
સોશિયલ મીડિયા પર પાયલટ માતા પુત્રીની જોડી જોવા માટે લોકો ખૂબ જ ઉત્સાહિત હતા. આ વિડિયો ક્લિપમાં સરખા પ્રોફેશનમાં સાથે કામ કરવાનો આનંદ માતા-પુત્રીના ચહેરા પર સ્પષ્ટ દેખાતો હતો. ક્લિપમાં માતા અને પુત્રી પાયલટના ડ્રેસમાં એક પછી એક બેગ લઈને જતા જોવા મળે છે.

ત્યારબાદ ફ્લાઈટની અંદર અને કોકપીટમાં બંને એકસાથે હસતા જોવા મળ્યા હતા. નાનપણથી લઈ મોટા થવા સુધી જે માતાએ આંગળી પકડીને ચાલતા શીખવ્યું, આજે કારકિર્દીના આ તબક્કે પણ માતાનો સાથ મળવો એ ભાગ્યની વાત છે. કાઈલી નામની આ છોકરીના ચહેરા પર માતા સાથેની ખુશી જોઈ શકાય છે.

મા-દીકરીને એકસાથે ઍરોપ્લેન ઉડાડતા જોવાની ઘટનાં
સાઉથવેસ્ટ એરલાઈન્સે તેમના સત્તાવાર ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર માતા અને પુત્રીની ક્લિપ, આ કેપ્શન સાથે શેર કરી - "આ અમારા માટે ઈતિહાસ બની રહ્યો છે, કાઈલીને તેની પાંખો મેળવવા અને તેની મમ્મી સાથે ઐતિહાસિક ફ્લાઇટ ઉડાડવા બદલ અભિનંદન"  #SouthwestHistory 
એવું ભાગ્યે જ બને છે જ્યારે માતા અને પુત્રીની બે પેઢીઓ એક સાથે કામ કરતી જોવા મળે, જો કે આ બાબત ડોકટરો અને શિક્ષકોમાં ખૂબ જ સામાન્ય છે. પરંતુ મા-દીકરીની આ પાયલટ જોડી જરાય સામાન્ય નથી, તેથી જ આ વાત ખાસ છે.

Trending Tags:

advertisment image