પુતિને ટીમ બદલવી જોઈએ, રશિયન અધિકારીઓ ચોર અને બદમાશ હોવા ઉપરાંત દરેક બાબતમાં નિષ્ફળ રહ્યા
રશિયા અને યુક્રેન વચ્ચે ભયંકર યુદ્ધ ચાલી રહ્યું છે તેની વચ્ચે રુસના પૂર્વ સૈન્ય અધિકારી ઈગોર ગિરકિને મોટો દાવો કર્યો છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે રશિયાના ભૂતપૂર્વ સૈન્ય અધિકારી ઇગોર ગિરકિને વ્લાદિમીર પુતિન વિશે ચેતવણી આપી છે.
તેમણે કહ્યું કે, બીમાર પુતિન ખૂબ નરમ થઈ ગયા છે, જે યુદ્ધ જીતવા માટે સારું નથી. જો પુતિન યુક્રેનમાં હારી જશે તો તેનો અંત લિબિયાના સરમુખત્યાર મુઅમ્મર ગદ્દાફી જેવો થશે. ઉલ્લેખનિય છે કે, લિબિયાના તાનાશાહ મુઅમ્મર ગદ્દાફીને વિદ્રોહીઓએ પકડીને ગોળી મારી દીધી હતી.
ભૂતપૂર્વ રશિયન સૈન્ય અને ગુપ્તચર અધિકારીએ કહ્યું કે, તેની આસપાસના લોકો વ્લાદિમીર પુતિનને નબળા નેતા માને છે. પુતિન શિકારીઓથી ઘેરાયેલા છે. ટૂંક સમયમાં તે પુતિન પર હુમલો કરશે. તેણે કહ્યું કે પુતિને ટીમ બદલવી જોઈએ, કારણ કે તે ચોર અને બદમાશ હોવા ઉપરાંત દરેક બાબતમાં નિષ્ફળ રહ્યા છે.
ગિરકિને કહ્યું કે, સૈન્ય ઓપરેશનની નિષ્ફળતાને કારણે સૈન્ય અને સુરક્ષા દળો પુતિન પ્રત્યેની તેમની વફાદારી ગુમાવી રહ્યા છે. એક વીડિયોમાં ગિરકિને કહ્યું કે, ગુપ્તચર તંત્ર સંપૂર્ણ રીતે નિષ્ફળ રહ્યું છે. તેમણે કહ્યું કે, સેના સામાન્ય રીતે લડી શકતી નથી, કારણ કે લડવા માટે કંઈ નથી. આમાં તેણે ચેતવણી આપી હતી કે પુતિન ગદ્દાફીની જેમ ખતમ થશે અને તેના નજીકના લોકો જ તેને મારી નાખશે.
Trending Tags: