Wednesday, Aug 17, 2022 Today’s Paper

23 June Horoscope : આ રાશિના જાતકો આજના દિવસે નવું સાહસ કરવાથી દૂર રહેવું

24 Jun, 22 78 Views

કયા રાશિના જાતકો માટે આજનો દિવસ રહેશ શુભ અને કયા રાશિના જાતકો માટે દિવસ મુશ્કેલી ભર્યો રહેશે? જાણો તમામ રાશિના જાતકોનું રાશિફળ

મેષ (Arise)
મેષ રાશિના જાતકો નકારાત્મક વિચારો આવે. જીવનસાથીના સ્વાસ્થ્ય પર ધ્યાન આપો. તમારો વ્યવસાય મધ્યમ રહેશે. તમને તમારા બાળકોનો સહયોગ મળશે.

વૃષભ (Taurus)
વૃષભ રાશિના જાતકો આજે તમે અજાણ્યા ભયથી પરેશાન રહેશો, જેથી માનસિક તણાવ વધશે. તમારી વ્યવસાયિક સ્થિતિ મધ્યમ રહેશે, પ્રેમ અને સંતાનની સ્થિતિ સારી રહેશે. આ દિવસે નવો બિઝનેસ શરૂ ન કરવો.

મિથુન (Gemini)
મિથુન રાશિના જાતકો આજે તમારું સ્વાસ્થ્ય સારું રહેશે. તમને સત્તાધારી પક્ષનો સહયોગ મળશે. તમારી આવકના નવા સ્ત્રોતો બનશે. પ્રેમ અને સંતાનોથી થોડું અંતર રહેશે.

કર્ક (Cancer)
કર્ક રાશિના જાતકો આરોગ્ય નરમ ગરમ રહે, કોર્ટ કચેરીના કામમાં સફળતા મળે,  નોકરીમાં પ્રમોશનના ચાન્સ. લાગણીવશ થઈને કોઈ કોઈ નિર્ણય ન લેવો.

સિંહ (Leo)
સિંહ રાશિના જાતકો આજે તમને મુસાફરીમાં મુશ્કેલી આવી શકે છે. સ્વાસ્થ્ય અને વેપાર સારો રહેશે. તમારા પ્રેમ અને સંતાનની સ્થિતિ મધ્યમ રહેશે. માતાના સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકાર ન રહો.

કન્યા (Virgo)
કન્યા રાશિના જાતકો કોઈ મુશ્કેલીમાં ફસાઈ શકો છો. તમારા પ્રેમ અને સંતાનની સ્થિતિ મધ્યમ રહેશે, પરંતુ વેપાર સારો રહેશે. આ દિવસે કોઈ શારીરિક જોખમ લેવાનું ટાળવું.

તુલા (Libra)
તુલા રાશિના જાતકો જીવનસાથીનો સહયોગ મળશે. આ સાથે વેપાર અને સ્વાસ્થ્યનો પૂરો સહયોગ મળશે. વાણીમાં મધુરતા અને નરમાઈ રાખી વ્યવહાર કરવો.

વૃશ્ચિક (Scorpio)
વૃશ્ચિક રાશિના જાતકો આ દિવસે શત્રુઓથી પરેશાની શક્ય છે, પરંતુ જીત તમારી જ રહેશે. આરોગ્ય નરમ અને ગરમ રહે. તમને તમારા પ્રેમ અને બાળકોનો સંપૂર્ણ સહયોગ મળશે. વધારે ખર્ચ ન કરવો.

ધન (Sagittarius)
ધન રાશિના જાતકો બાળકોનું આરોગ્ય સાચવવું. તમારી પ્રેમ સ્થિતિ મધ્યમ રહેશે. તમારો વ્યવસાય સારો રહેશે. સ્વાસ્થ્ય પહેલા કરતા સુધરશે. માનસિક દબાણમાં આવીને કોઈ નિર્ણય ન લેવો.

મકર  (Capricorn)
મકર રાશિના જાતકો આજે તમારા જીવનમાં નકારાત્મક ઉર્જા રહેશે. સ્વાસ્થ્ય મધ્યમ રહેશે. તમને પ્રેમ અને સંતાનનો સહયોગ મળશે. તમારા વ્યવસાયની સ્થિતિ ઘણી સારી રહેશે. પરિવારના સભ્યો સાથે ઝઘડો ન કરવો.

કુંભ (Aquarius)
કુંભ રાશિના જાતકો આજે ગુસ્સો રહેશે. અટકેલા કામ પૂરા થશે. તમારા સ્વાસ્થ્યની સ્થિતિ મધ્યમ રહેશે. કોર્ટ કચેરીના મામલામાં ફસાવું નહીં.

મીન (Pisces)
મીન રાશિના જાતકો આજે તમારી આર્થિક સ્થિતિ મજબૂત રહેશે. તમારા અટકેલા પૈસા પાછા આવશે. જીવનમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થશે. ભાગ્ય તમારો સાથ આપશે. આજે મૂડી રોકાણ ન કરવું.

advertisment image