Wednesday, Aug 17, 2022 Today’s Paper

પાવાગઢ શક્તિપીઠ યાત્રાઘામ ખાતે 225 જેટલી વાનગીઓ સાથે ભવ્ય અન્નકૂટ

19 Nov, 21 98 Views

મંદિરના જીર્ણોદ્ધાર કાર્યમાં 1.11 કરોડનું દાન આવ્યું

પાવાગઢ શક્તિપીઠ યાત્રાઘામ ખાતે આજે દિવ દિવાળીના દિવસે 225 જેટલી વાનગીઓ સાછે ભવ્ય અન્નકુટનું આયોજન કરવામાં આવ્યું હતું. માતાજીના દર્શન લેવા માટે આજે મંદિરમાં વહેલી સવારથી જ ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. દેવ દિવાળીના દિવસે માતાજીને સવા કિલો સોનાનું છત્ર ચઢાવવા અને મંદિરના જીર્ણોદ્ધાર કાર્યમાં 1.11 કરોડનું દાન આવ્યું હતું.

પાવાગઢ ખાતે મહાકાળી માતાજીના દર્શન કરવા માટે ગુજરાત સહિત અને મોટા મોટા શહેરોમાંથી લોકો આવતા આવતા હોય છે. તમને જણાવી દઈએ કે, આ પહેલા મંદિરમાં જવા માટે ખુબ જ સાંકડો રસ્તો હતો અને પગથિયા પણ ઘણા નાના હતા. જો કે, હાલ મંદિર પરિસરને વિશાળ બનાવી દેવામાં આવ્યો છે આ સાથે તેના પગથિયા પણ મોટા કરી દેવામાં આવ્યા છે. પગથિયા મોટા કરાતા દર્શન કરવા આવતા લોકો હવે સરળતાથી આવી શકે છે.

આ વખતની દેવ દિવાળીમાં 225 જેટલી વાનગીઓ સાથે ભવ્ય અન્નકૂટ માતાજીને ધરાવવામાં આવ્યો હતો. આ અન્નકૂટ દર્શન સાથે મહા આરતી અને મહા પ્રસાદીનું પણ મંદિર ટ્રસ્ટ સંચાલકોએ આયોજન કરતાં દર્શનાર્થીઓમાં અનેરી ખુશી જોવા મળી હતી. પ્રથમવાર આ પ્રકારે અન્નકૂટ અને મહા આરતીના દર્શનનો લ્હાવો મળતાં જ દિવસ દરમિયાન ઉમેટેલા એક લાખ જેટલા દર્શનાર્થીઓએ આયોજકોનો આભાર માન્યો હતો.

જગત જનની માઁ મહાકાળીના ધામ પાવાગઢ ખાતે પ્રથમવાર ભવ્ય અન્નકૂટ ભોગનું આયોજન કરવામાં આવ્યું હતું.જે તમામ ભકતો અહીં આવી દર્શન કરી શકે એ શક્ય નોહતું. પરંતુ આ વર્ષે મંદિર સંચાલકો સુરેન્દ્રકાકા,વિનોદભાઈ,અશોકભાઈ,પરેશભાઈ સહિતના સરાહનીય પ્રયાસ થકી મીડિયાના માધ્યમથી અન્નકૂટ ભોગ અને દર્શન કવરેજ કરાવવામાં આવતાં જ મીડિયાના માધ્યમથી દેવ દિવાળીના પાવન પર્વે રાજ્ય ભરના હજારો આસ્થાળુઓને પણ અન્નકૂટ દર્શનનો લાભ પ્રાપ્ત થયો હતો.

advertisment image