Thursday, Dec 02, 2021 Today’s Paper

લગ્નની ખરીદી માટે સૌથી શુભ મુહૂર્ત: 25 નવેમ્બરે પુષ્ય નક્ષત્ર, નવી શરૂઆત માટે દિવસ શુભ રહેશે

24 Nov, 21 27 Views

25 નવેમ્બરે વર્ષનો છેલ્લો ગુરુ પુષ્ય યોગ બની રહ્યો છે. આ દિવસે અમૃતસિદ્ધિ અને સર્વાર્થસિદ્ધિ યોગ પણ રહેશે. આ શુભ યોગમાં કરવામાં આવતું રોકાણ ફાયદો આપે છે

ધર્મભક્તિ ડેસ્કઃ દિવાળી પછી આ મહિનામાં ફરીથી ખરીદી માટે પુષ્ય નક્ષત્રનો સંયોગ બની રહ્યો છે. 25 નવેમ્બરે વર્ષનો છેલ્લો ગુરુ પુષ્ય યોગ બની રહ્યો છે. આ દિવસે અમૃતસિદ્ધિ અને સર્વાર્થસિદ્ધિ યોગ પણ રહેશે. આ શુભ યોગમાં કરવામાં આવતું રોકાણ ફાયદો આપે છે, સાથે જ આ દરમિયાન કરવામાં આવતી ખરીદી સ્થાયી અને શુભફળ આપનારી હોય છે. ત્રણ મોટા શુભ યોગ બનવાને કારણે આ દિવસ રિયલ એસ્ટેટમાં રોકાણ, નવા કામની શરૂઆત, વાહન, ઘરેણાં, કપડાં અને અન્ય વસ્તુની ખરીદી માટે શુભ રહેશે.

લગ્ન માટે ઘરેણાંની ખરીદીનું મુહૂર્ત
ગુરુવારે પુષ્ય નક્ષત્રમાં કરવામાં આવતી ખરીદી સમૃદ્ધિ આપનારી હોય છે. આ નક્ષત્રની ધાતુ સોનું છે. બૃહસ્પતિ દેવનો વાર હોવાવે કારણે આ યોગમાં લગ્ન માટે સોનું અને ઘરેણાં ખરીદવાથી સમૃદ્ધિ બની રહે છે. વિદ્વાનો પ્રમાણે ગુરુ પુષ્ય યોગમાં વર-કન્યા માટે ઘરેણાં ખરીદવાથી ગુરુ ગ્રહનો શુભ પ્રભાવ રહે છે. એનાથી લગ્નજીવનના દોષમાં ઘટાડો આવે છે અને લગ્નસુખ વધે છે.

પુષ્ય નક્ષત્રમાં રિયલ અસ્ટેટ સાથે જ વાહન, મશીન અને અન્ય સ્થાયી સંપત્તિમાં કરવામાં આવતું રોકાણ લાંબા સમય સુધી ફાયદો આપે છે. આ દિવસે ચાંદી, કપડાં, વાસણ, ઇલેક્ટ્રોનિક્સ ​વસ્તુની ખરીદી પણ શુભ રહે છે. આ શુભ મુહૂર્તમાં વાહન ખરીદવાથી તેનો ફાયદો લાંબા સમયગાળા સુધી મળી શકે છે. આ શુભ સંયોગમાં નવો બિઝનેસ અને નોકરીની શરૂઆત કરવી પણ ફળદાયી માનવામાં આવે છે.

રિયલ એસ્ટેટમાં રોકાણ કરવું શુભ
ગુરુ પુષ્ય નક્ષત્રના સંયોગમાં જમીન માટે રજિસ્ટ્રેશન કરવાથી ખૂબ જ ફાયદો મળે છે. નવા કામની શરૂઆત પણ આ શુભ યોગમાં કરવી જોઈએ. આ ગુરુવારે શુક્લ, શુભ અને બ્રહ્મ નામનો યોગ બનવાની સાથે વદ પક્ષની છઠ્ઠ તિથિ હોવાથી આ દિવસ વધારે પ્રભાવશાળી થઈ ગયો છે. આ શુભ સંયોગના કારણે શેરબજાર, રિયલ એસ્ટેટ અને અન્ય જગ્યાઓમાં રોકાણ કરવાથી ફાયદો મળશે, સાથે જ વાહન ખરીદીનું ખાસ મુહૂર્ત બની રહ્યું છે. ત્યાં જ ગુરુવારે ઘરેણાં, ફર્નિચર અને અન્ય જરૂરી સામગ્રીની ખરીદી સાથે જ નવા કામની શરૂઆત કરવી પણ શુભ રહેશે.

Trending Tags:

advertisment image