Thursday, Aug 11, 2022 Today’s Paper

lord shiva: વાવાઝોડામાં પડી ગયેલા વૃક્ષોનો કર્યો ઉપયોગ, બનાવી ભગવાન શિવની આકૃતિ

03 Aug, 22 35 Views

ઋષભ (વિક્કી) કશ્યપે ભગવાન શિવની આકૃતિ બનવાનો નિર્ણ્ય કર્યો, જેમાં તેમના મિત્ર એ પણ મદદ કરી. અને 25 દિવસની અંદર વિક્કી અને તેના મિત્રોએ મળી, સુકાઈ ગયેલા લાકડા, વેલા, પાંદડાથી ભગવાન શિવની આકૃતિ બનાવવી

મધ્ય પ્રદેશઃ દેવાધિદેવ મહાદેવને પ્રિય એવો પવિત્ર શ્રાવણ માસ (sharavan mas) શરૂ થઇ ચૂક્યો છે, શિવમંદિરો ભક્તોથી (shiva temple) ભરાઈ ચુક્યા છે, શિવને મનાવવા ભક્તો ઉપવાસ, જળ અભિષેક, ફળફૂલ ચઢાવી, કંઈ કેટલાયે તપ કરી તેમના આશીર્વાદ પ્રાપ્ત કરવા માંગે છે. આ સમયે આવી જ એક ભક્તિની અલગ રીત મધ્યપ્રદેશની શિવનગરી સીવનીમાં બની. (M.P Seoni Shiv mandir)

મધ્યપ્રદેશના સિદ્ધપીઠ મઠના પરિષરમાં એક યુવકે સુકાઈ ગયેલા ઝાડ અને વેલાની મદદથી ભગવાન શિવની આકૃતિ બનાવી છે, (Viral Mahadev Photo) ઈન્ટરનેટ પર ભક્તો તેના દર્શન કરી રહયા છે. મધ્ય પ્રદેશના આ યુવા કલાકારનું નામ છે, ઋષભ (વિક્કી) કશ્યપ. થોડા સમય પેહલા તેના વિસ્તારમાં વાવાઝોડું આવ્ય્યું હતું, જેના કારણે તે વિસ્તરના ઘણા વૃક્ષો પડી ગયા હતા.

આ વૃક્ષોનું સારી રીતે જતન કરવા તેણે ભગવાન શિવની આકૃતિ બનવાનો નિર્ણ્ય કર્યો, તેની સાથે એના એક મિત્ર એ પણ મદદ કરી. અને 25 દિવસની અંદર વિક્કી અને તેના મિત્રોએ મળી, સુકાઈ ગયેલા લાકડા, વેલા, પાંદડાથી ભગવાન શિવની આકૃતિ બનાવવી, જે હાલ ઘણી વાયરલ થઇ રહી છે. (Dharma, Shiva statue, seoni)

વિક્કીએ મહાદેવની મુખાકૃતિ બનવાનો આખો વિડીયો તેની યૂટ્યૂબ ચેનલ પર અપલોડ કર્યો છે. જેમાં આ 25 દિવસ દરમ્યાનની તમામ ઘટનાઓને તેને રેકોર્ડ કરી હતી, તેણે આ મુખાકૃતિ બનાવવા વાવઝોડામાં પડી ગયેલા વૃક્ષનો જ ઉપયોગ કર્યો છે. ચંદનના વૃક્ષનો બાદ વડ, અને અન્ય ઝાડ તથા વેલાઓનો ઉપયોગ કરી આ કૃતિ તૈયાર કરી છે.

તેના આ કાર્યની સરાહના ઘણા લોકો એ કરી, હાલ તેની નોંધ અન્ય સમાચાર પત્ર અને ન્યૂઝ ચેનલ દ્વારા લેવાઈ છે, તે ભક્તોને ભગવાન શિવના દર્શન કરાવી ખુબ ખુશ છે, તેવું જણાવ્યું હતું. વિક્કી આ ઉપરાંત આવી ઘણી પ્રતિકૃતિઓ બનાવી ચુક્યો છે. જેમાં હનુમાનજીની વિશાળ ગદા, મોટી રંગોળીઓ ભીંત ચિત્રોનો સમાવેશ થાય છે.

advertisment image