AIMIM પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ મહારાષ્ટ્રના MVA ગઠબંધનને વાંદરા સાથે સરખાવી દીધું
મહારાષ્ટ્રમાં ચાલી રહેલા રાજકિય ઘમાસાણ વચ્ચે AIMIM પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ એક મોટો કટાક્ષ કર્યો છે. ઓવૈસીએ કહ્યું કે મહા વિકાસ આઘાડીને આ મામલે વિચાર કરવા દો.
તેમણે કહ્યું કે, અમે જે નાટક સામે આવી રહ્યું છે તેના પર નજર રાખી રહ્યા છીએ ... તે વાંદરાઓના નૃત્ય જેવું લાગે છે. આ લોકો વાંદરાની જેમ એક ડાળ પરથી બીજી ડાળ પર કૂદી રહ્યા છે.
મહારાષ્ટ્રને લઈને રાજકીય હલચલ વધી રહી છે તેની વચ્ચે એવા અહેવાલ મળી રહ્યાં છે કે શિંદે જૂથે હોટલના બુકિંગમાં વધુ બે દિવસનો વધારો કર્યો છે. બળવાખોર ધારાસભ્યો હવે 30 જૂન સુધી ગુવાહાટીમાં રોકાશે. એકનાથ શિંદે 24 જૂનની રાત્રે દિલ્હી અને વડોદરા ગયા હતા. તેઓ આજે સવારે ગુવાહાટી પરત ફર્યા બાદ આસામમાં ધારાસભ્યોને વધુ બે માટે રોકવાનો નિર્ણય લેવાયો હતો.
Trending Tags: