Wednesday, Aug 17, 2022 Today’s Paper

Cricketers Pension: 900 પૂર્વ ક્રિકેટરોનું પેન્શન વધારાયુ, BCCI સેક્રેટરી જય શાહનો મોટો નિર્ણય

13 Jun, 22 72 Views

પેન્શન વધારામાં 75 ટકા કર્મચારીઓ 100 ટકા વધારાનો લાભ લઈ શકશે

Cricketers Pension: બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઈન ઈન્ડિયા (Board of Control for Cricket in India - BCCI)એ પૂર્વ ક્રિકેટરો (Former cricketers) અને પૂર્વ અધિકારીઓ (Former officers)ને લઈને મોટો નિર્ણય લીધો છે. ભૂતપૂર્વ ખેલાડીઓના પેન્શનમાં વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હોવાની બીસીસીઆઈ સેક્રેટરી જય શાહે (Jai Shah) જાહેરાત કરી છે. આ પૂર્વ ક્રિકેટરોમાં પુરૂષ અને મહિલા ક્રિકેટ સાથે જોડાયેલા 900 લોકોને સામેલ કરવામાં આવ્યા છે. આ લોકોને જલ્દી જ પેન્શનમાં વધારાનો લાભ મળવા લાગશે.

900 પૂર્વ ક્રિકેટરોનું પેન્શન વધારાયુ હોવા અંગે બીસીસીઆઈ સેક્રેટરી જય શાહે ટ્વીટ કર્યું છે. જય શાહે લખ્યું કે, 'પૂર્વ ક્રિકેટરો (પુરુષ અને મહિલા) અને મેચ અધિકારીઓના માસિક પેન્શનમાં વધારાની જાહેરાત કરતા મને આનંદ થાય છે. લગભગ 900 લોકોને આનો લાભ મળશે. આ સાથે 75 ટકા કર્મચારીઓ 100 ટકા વધારાનો લાભ લઈ શકશે.'

advertisment image