Thursday, Dec 02, 2021 Today’s Paper

ફેન્સ માટે ખુશખબર, IPL 2022 UAEમાં નહીં પણ ભારતમાં જ રમાશે

21 Nov, 21 19 Views

ચેન્નઇ સુપર કિંગ્સની ઇવેન્ટમાં બીસીસીઆઇ સચિવ જય શાહની મોટી જાહેરાત

ચેન્નાઇ : આઇપીએલના ફેન્સ માટે એક સારા સમાચાર આવી રહ્યાં છે.  BCCI સચિવ જય શાહે તાજેતરમાં જ ચેન્નઇમાં યોજાયેલા એક ઇવેન્ટમાં એવી જાહેરાત કરી છે કે, IPL ની આગામી સીઝન ભારતની ધરતી પર જ હોસ્ટ કરાશે.

આવતા વર્ષે યોજાનારી હાઈપ્રોફાઈલ આઇપીએલની 15મી સિઝન ભારતની ભૂમિ પર રમાશે, જેમાં બે વધુ ટીમો જોડાતા રોમાંચ વધશે.  ચેન્નઇ સુપર કિંગ્સની ઇવેન્ટમાં જય શાહે એવી જાહેરાત કરી છે કે, ‘મને ખ્યાલ છે કે, તમે તમામ લોકો પોતાની ટીમ ચેન્નઇને ચેપોક સ્ટેડિયમમાં ચીયર કરવા ઇચ્છો છો, તે મોકો હવે વધારે દૂર નથી.  

બીજી સીઝનની મેજબાની UAEમાં કરી હતી
કોરોનાની બીજી લહેરને પગલે BCCI એ IPL ની બીજી સીઝનની મેજબાની UAE માં કરી હતી. પરંતુ આ વર્ષે IPL ની શરૂઆત ભારતમાં જ થઇ હતી. પરંતુ કેટલાંક ખેલાડીઓને કોરોના થવાના કારણે સીઝનને વચ્ચેથી રોકી થોડાંક મહીના બાદ UAE માં હોસ્ટ કરાઇ હતી.

હું મારી કારકિર્દીની આખરી આઇપીએલ ચેન્નાઈમાં રમીશ : ધોની
ચેન્નઇ સુપર કિંગ્સની ઇવેન્ટમાં ધોનીએ જણાવ્યું હતુ કે, હું હંમેશા મારા ક્રિકેટનું પ્લાનિંગ કરતો આવ્યો છું. હું મારી ઘર આંગણાની અંતિમ વન ડે મેચ રાંચીમાં રમ્યો હતો. એટલે આશા રાખું છું કે, મારી આખરી ટી-20 મેચ ચેન્નાઈમાં રમાય. હવે મારી આખરી ટી-20 મેચ આવતા વર્ષે રમાશે કે પાંચ વર્ષ પછી તે અંગે મને હજુ કશી જ ખબર નથી.

advertisment image