Wednesday, Aug 17, 2022 Today’s Paper

Indonesia Open: સેમિફાઈનલમાં પીવી સિંધુની હાર, પહેલી ગેમ જીત્યા બાદ મેચ હારી

27 Nov, 21 85 Views

પીવી સિંધુ ગયા અઠવાડિયે ઈન્ડોનેશિયા માસ્ટર્સની સેમિફાઈનલમાં હારી ગઈ હતી

નવી દિલ્હી : ભારતની સ્ટાર શટલર પીવી સિંધુ ઈન્ડોનેશિયા ઓપનની સેમીફાઈનલમાં હારી ગઈ છે. થાઈલેન્ડની રત્ચાનોક ઈન્તાનોને તેને ત્રણ ગેમની મેચમાં 15-21, 21-9, 21-14થી હરાવી હતી. સિંધુની સેમિફાઇનલમાં આ સતત ત્રીજી હાર છે.

પ્રથમ ગેમ જીત્યા પછી મેચ હારી

સિંધુએ પ્રથમ ગેમ ઈન્તાનોન સામે 21-15થી જીતી હતી. બીજી ગેમમાં પણ એક સમયે 7-11થી સ્પર્ધા હતી પરંતુ તે પછી સિંધુ પાછળ રહી ગઈ  અને 9-21થી ગેમ હારી ગઈ. ત્રીજી ગેમમાં સિંધુ વાપસી કરી શકી ન હતી અને 14-21થી હારીને ઇન્ડોનેશિયા ઓપનની ફાઇનલની રેસમાંથી બહાર ફેંકાઇ ગઇ હતી.

 

સેમિફાઇનલમાં સતત ત્રીજી હાર

પીવી સિંધુ ગયા અઠવાડિયે ઈન્ડોનેશિયા માસ્ટર્સની સેમિફાઈનલમાં હારી ગઈ હતી. આ પહેલા ઓક્ટોબરમાં તે ફ્રેન્ચ ઓપનની સેમીફાઈનલમાં અને તે પહેલા ટોક્યો ઓલિમ્પિકની સેમીફાઈનલમાં પણ હારી ગઈ હતી.

ઈન્તાનોન સામે સતત ત્રીજી હાર

વિશ્વની નંબર 7 ખેલાડી અને બે વખતની ઓલિમ્પિક મેડલ વિજેતા પીવી સિંધુનો આ મેચ પહેલા આઠમા ક્રમાંકિત ઈન્તાનોન સામે 4-6નો રેકોર્ડ હતો. તે છેલ્લી બે મેચમાં પણ હારી ગઈ હતી. ઈન્તાનોન સામે સિંધુની આ સતત ત્રીજી હાર છે.

યુ જીનને ક્વાર્ટર ફાઇનલમાં હરાવી હતી  

પીવી સિંધુએ ક્વાર્ટર ફાઈનલ મેચમાં દક્ષિણ કોરિયાની યુ જિન સિમને હરાવી હતી. સિંધુ ક્વાર્ટર ફાઇનલમાં પ્રથમ ગેમ 14-21થી હારી ગઈ હતી. આ પછી તેણે સતત 21-19, 21-14થી જીત મેળવીને સેમિફાઇનલમાં જગ્યા બનાવી હતી.

advertisment image