Thursday, Dec 02, 2021 Today’s Paper

શું BCCIએ ખેલાડીઓ માટે હલાલ માંસની માંગ કરી હતી? વાયરલ પરિપત્ર પર બોર્ડે સ્પષ્ટતા કરી

23 Nov, 21 50 Views

ખેલાડીઓના ડાયટ ચાર્ટનો એક પરિપત્ર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે

નવી દિલ્હી : ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની ટેસ્ટ શ્રેણીની શરૂઆત પહેલા ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI)ની ટીકા થઈ રહી છે. ખરેખર, ખેલાડીઓના ડાયટ ચાર્ટનો એક પરિપત્ર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં બોર્ડે ટીમના ખેલાડીઓ માટે હલાલ મીટ (માંસ)ની માંગણી કરી હતી. ત્યારથી ફેન્સ બીસીસીઆઈ પર નિશાન સાધી રહ્યા છે.

બીસીસીઆઈ પ્રમોટ હલાલ (#BCCI Promotes Halal) સવારથી ટ્વિટર પર ટ્રેન્ડ કરી રહ્યું હતું. દરમિયાન, બીસીસીઆઈના એક ટોચના અધિકારીએ જણાવ્યું હતું કે બોર્ડ દ્વારા આવો કોઈ પરિપત્ર જારી કરવામાં આવ્યો નથી. ખેલાડીઓએ વેજ કે નોનવેજ ખાવું કે હલાલ મીટ ખાવું કે નહીં તે તેમની અંગત પસંદગી છે. બોર્ડે આ અંગે ક્યારેય કોઈ સૂચના જારી કરી નથી.

બંને ટીમ કાનપુર પહોંચી ગઈ છે

તમને જણાવી દઈએ કે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે 25 નવેમ્બરથી કાનપુરમાં પ્રથમ ટેસ્ટ રમાશે. બંને ટીમ કાનપુર પહોંચી ગઈ છે. બોર્ડે ખેલાડીઓ માટે હલાલ મીટની માંગણી કરી હોવાની જાણ ફેન્સને થતાં જ સોશિયલ મીડિયા પર હોબાળો મચી ગયો હતો. લોકો બીસીસીઆઈ પર તમામ પ્રકારના આરોપો લગાવવા લાગ્યા. જોકે હવે બોર્ડે સ્પષ્ટ કર્યું છે કે તેણે આવી કોઈ માંગણી કરી નથી.


ફૂડ મેનુ સામે આવ્યા બાદ વિવાદ થયો હતો

રિપોર્ટ અનુસાર બોર્ડે ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ માટે ફૂડ મેનુ જાહેર કર્યું છે. જેમાં આખો દિવસ કાઉન્ટર, સ્ટેડિયમમાં મીની બ્રેકફાસ્ટ, લંચ, ચા ટાઇમ નાસ્તો અને રાત્રે ડિનરનો સમાવેશ થાય છે. આ મેનૂમાંથી પોર્ક અને બીફને બાકાત રાખવામાં આવ્યા છે. તે જ સમયે, હલાલ માંસને માંસાહારી વાનગીઓમાં સામેલ કરવામાં આવ્યું છે.

advertisment image