Thursday, Dec 02, 2021 Today’s Paper

ગૌતમ ગંભીરને ISIS તરફથી જાનથી મારી નાખવાની ધમકી મળી, સુરક્ષા વધારાઈ

24 Nov, 21 92 Views

આ મામલે ફરિયાદ નોંધી તપાસ ચાલુ કરવામાં આવી છે

નવી દિલ્હી: પૂર્વ ક્રિકેટર અને પૂર્વીય દિલ્હીના ભાજપના સાંસદ ગૌતમ ગંભીરને 'ISIS કાશ્મીર' તરફથી જાનથી મારી નાખવાની ધમકી મળી હોવાના અહેવાલો સામે આવી રહ્યા છે. ગંભીરે દિલ્હી પોલીસનો સંપર્ક આ અંગે જાણ કરી હતી. ગૌતમ ગંભીરે જણાવ્યું કે, તેને 'ISIS કાશ્મીર' તરફથી જાનથી મારી નાખવાની ધમકી મળી છે. ડીસીપી સેન્ટ્રલ શ્વેતા ચૌહાણે જણાવ્યું કે, આ મામલે ફરિયાદ નોંધી તપાસ ચાલુ કરવામાં આવી છે. આ સાથે જ ગંભીરના ઘરની બહાર સુરક્ષા વધારી દેવામાં આવી છે.

ગૌતમ ગંભીરને જાનથી મારી નાખવાની ધમકી આઈએસઆઈએસએ ઈમેલ દ્વારા આપી છે. ઈમેલ મળ્યા બાદ ગૌતમ ગંભીરની ફરિયાદની આધારે દિલ્હી પોલીસે ગૌતમ ગંભીરના ઘરની બહાર સુરક્ષા વધારી દીધી છે. ડીસીપી સેન્ટ્રલ શ્વેતા ચૌહાણે જણાવ્યું કે, ગંભીરે આ અંગે દિલ્હી પોલીસને જાણ કરી હતી. જે  મુજબ, 'ISIS કાશ્મીર' તરફથી ધમકીભર્યો મેલ મળ્યો હોવાનું સામે આવ્યું છે. તેમણે કહ્યું કે આ મામલાની તપાસ કરવામાં આવી રહી છે.  

નોંધનીય છે કે, ગૌતમ ગંભીર 2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપની ટિકિટ પર પૂર્વીય દિલ્હી સંસદીય ક્ષેત્રથી ચૂંટણી જીત્યા હતા. ગંભીર દરેક મુદ્દા પર તેના દોષરહિત અભિપ્રાય માટે જાણીતા છે. તેમણે ઘણી વખત આતંકવાદ વિરુદ્ધ નિવેદનો આપ્યા છે. ગંભીર 2011માં વર્લ્ડ કપ જીતનારી ટીમનો ભાગ રહી ચુક્યા છે.


 

અત્રે ઉલ્લેખનીય છે કે, ગંભીર વિપક્ષના નેતાઓ પર પોતાના વક્તવ્યને લઈને ચર્ચામાં રહે છે, તાજેતરમાં તેણે નવજોત સિંહ સિદ્ધુને ઘેર્યા હતા. ગંભીરે સિદ્ધુને પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાનને પોતાનો 'મોટો ભાઈ' કહેવા પર કહ્યું કે, પહેલા તમારા બાળકોને બોર્ડર પર મોકલો અને પછી આવા નિવેદનો આપો. ગૌતમ ગંભીરે એમ પણ કહ્યું કે ભારત 70 વર્ષથી પાકિસ્તાન પ્રાયોજિત આતંકવાદ સામે લડી રહ્યું છે અને સિદ્ધુ દ્વારા આતંકવાદી દેશના વડાપ્રધાનને પોતાનો મોટો ભાઈ કહેવો શરમજનક છે.

advertisment image