Saturday, Jun 10, 2023 Today’s Paper

IPL Qualifier: ક્વોલિફાયરમાં ગુજરાત ટાઈટન્સનો રેકોર્ડ છે શાનદાર, ગઈ સીઝનમાં રાજસ્થાન રોયલ્સને આપી હતી માત

23 May, 23 80 Views

આઈપીએલ 2022ની ક્વોલિફાયર મેચમાં ગુજરાત ટાઈટન્સ ટીમની સામે રાજસ્થાન રોયલ્સની ટીમ હતી

IPL Qualifier: ઈન્ડિયન પ્રીમિયર લીગ (Indian Premier League - IPL) 2023 તેના ફિનાલે તરફ આગળ વધી રહી છે. ટૂર્નામેન્ટમાં તમામ 70 લીગ મેચો રમાઈ છે અને આજે 23 મે, મંગળવારે પ્લેઓફની પ્રથમ મેચ (ક્વોલિફાયર) ગુજરાત ટાઇટન્સ (Gujarat Titans) અને ચેન્નાઈ સુપર કિંગ્સ (Chennai Super Kings) વચ્ચે રમાશે. અગાઉની સિઝન એટલે કે આઈપીએલ 2022માં પણ ગુજરાત ટાઇટન્સે પ્રથમ ક્વોલિફાયર મેચ રમી હતી. જેમાં ગુજરાત ટાઈટન્સ ટીમની જીત થઈ હતી. ત્યારે આજે શું પરિણામ આવે છે તે જોવું રહ્યું.

આઈપીએલ 2022ની ક્વોલિફાયર મેચમાં ગુજરાત ટાઈટન્સ ટીમની સામે રાજસ્થાન રોયલ્સની ટીમ હતી. આ મેચમાં ગુજરાત જીત્યું હતું. તેથી જ કહેવાય છે કે, ક્વોલિફાયરમાં ગુજરાત ટાઈટન્સનો રેકોર્ડ શાનદાર રહ્યો છે. આઈપીએલ 2022માં ગુજરાત અને રાજસ્થાન વચ્ચે રમાયેલી ક્વોલિફાયર મેચમાં રાજસ્થાનની ટીમે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 6 વિકેટે 188 રન બનાવ્યા હતા. ગુજરાત તરફથી બોલિંગ કરતી વખતે કેપ્ટન હાર્દિક પંડ્યા, ફાસ્ટ બોલર મોહમ્મદ શમી, સ્પિનર ​​સાઈ કિશોર અને યશ દયાલે 1-1 વિકેટ લીધી હતી. બાકીની બે વિકેટ રાજસ્થાને રન આઉટ દ્વારા ગુમાવી હતી.

શુભમન ગિલ 21 બોલમાં 35 રનની 72 રનની ઇનિંગ્સમાં આઉટ થયો હતો. આ સાથે જ ગુજરાતની ત્રીજી વિકેટ મેથ્યુ વેડના રૂપમાં પડી હતી. વેડ 30 બોલમાં 35 રન બનાવી ઓબેડ મેકકોયની ઇનિંગનો શિકાર બન્યો હતો. 189 રનનો પીછો કરવા ઉતરેલી ગુજરાતની ટીમે પ્રથમ ઓવરના બીજા બોલ પર જ રિદ્ધિમાન સાહાના રૂપમાં પ્રથમ વિકેટ ગુમાવી હતી. સાહા ખાતું ખોલાવ્યા વગર જ પેવેલિયન પરત ફર્યો હતો.  

ગુજરાતે 9.3 ઓવરમાં 85 રનમાં ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. આ પછી ડેવિડ મિલર અને કેપ્ટન હાર્દિક પંડ્યાએ ટીમ માટે બચાવ દાવ રમતા ચોથી વિકેટ માટે 61 બોલમાં અણનમ 106 રનની ભાગીદારી કરી હતી. આ સાથે જ હાર્દિક પંડ્યાએ 5 ચોગ્ગાની મદદથી પોતાની ઈનિંગ પૂરી કરી અને ટીમને જીતની ઉંબરે લઈ ગઈ. આ દરમિયાન ડેવિડ મિલરે 68* અને ગુજરાતના કેપ્ટન હાર્દિક પંડ્યાએ 40* રનનો વ્યક્તિગત સ્કોર બનાવ્યો હતો. મિલરની ઇનિંગ્સમાં 3 ચોગ્ગા અને 5 છગ્ગાનો સમાવેશ થાય છે.