Sunday, Jul 03, 2022 Today’s Paper

IND vs SA: સાઉથ આફ્રિકા સામે T20 સિરીઝની અંતિમ મેચ રમવા બેંગલુરુ પહોંચી ભારતીય ટીમ, BCCIએ વીડિયો શેર કર્યો

19 Jun, 22 17 Views

રાજકોટથી નીકળતા પહેલા આવેશ ખાન કેકે કાપતો જોવા મળે છે

IND vs SA: ભારત (India) અને દક્ષિણ આફ્રિકા (South Africa) વચ્ચે 5 ટી20 મેચોની સિરીઝની છેલ્લી મેચ આજે 19 જૂનના રોજ યોજાશે. બેંગલુરુ (Bengaluru)ના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમ (M Chinnaswamy Stadium) ખાતે રમાનારી આજની મેચ નિર્ણાયક મેચ રહેશે. કારણ કે, 5 મેચની આ સિરીઝમાં અત્યારસુધીમાં બંને ટીમોએ 2-2 મેચ જીતી છે. આવી સ્થિતિમાં આજે બંને ટીમોની નજર આ નિર્ણાયક મેચ જીતીને સિરીઝ જીતવા પર રહેશે. આજની મેચ માટે બંને ટીમો બેંગ્લુરુ પહોંચી ગઈ છે. બીસીસીઆઈ (BCCI)એ તેના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ પરથી તેનો વીડિયો શેર કર્યો છે.

બીસીસીઆઈ દ્વારા શેર કરવામાં આવેલા આ વીડિયોમાં  ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન ઋષભ પંત, હાર્દિક પંડ્યા, શ્રેયસ ઐયર, દિનેશ કાર્તિક, ભુવનેશ્વર કુમાર, ઈશાન કિશન,  આવેશ ખાન અને ઋતુરાજ ગાયકવાડ જોવા મળે છે. રાજકોટથી નીકળતા પહેલા આવેશ ખાન કેકે કાપતો જોવા મળે છે, જ્યારે અર્શદીપ સિંહ ભાંગડા કરતો જોવા મળ્યો હતો. વીડિયોમાં તમામ ભારતીય ખેલાડીઓ ખૂબ જ મસ્તી કરતા જોવા મળે છે.


બેંગ્લુરુ પહોંચેલી ભારતીય ક્રિકેટ ટીમના દરેક ખેલાડીઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ સાથે આજે સૌકોઇની નજર ટી20 સિરીઝની પાંચમી મેચ એટલે કે અંતિમ મેચ પર ટકેલી છે. કારણ કે આ મેચ નિર્ણાયક છે, આજે મેચમાં જે ટીમ જીત મેળવશે તે આ સિરીઝ પોતાના નામે કરવામાં સફળ રહેશે.

ભારતીય ટીમ પ્લેયિંગ 11: ઋષભ પંત (વિકેટ કીપર/કેપ્ટન),
હાર્દિક પંડ્યા, દિનેશ કાર્તિક, ઋતુરાજ ગાયકવાડ, ઈશાન કિશન, શ્રેયસ ઐયર, યુઝવેન્દ્ર ચહલ, આવેશ ખાન,  અક્ષર પટેલ, હર્ષલ પટેલ, ભુવનેશ્વર કુમાર.

દક્ષિણ આફ્રિકા ટીમ પ્લેયિંગ 11: ટેમ્બા બાવુમા (કેપ્ટન), ક્વિન્ટન ડી કોક (વિકેટ કિપર), ડેર ડુસેન, હેનરિક ક્લાસેન, ડ્વેન પ્રિટોરિયસ, રાસી વાન  ડેવિડ મિલર, કેશવ મહારાજ, વેઈન પાર્નેલ, કાગીસો રબાડા, લુંગી એનગિડી, એનરિક નોર્ટજે.

advertisment image