Sunday, Jul 03, 2022 Today’s Paper

IND vs ENG: ઈંગ્લેન્ડમાં રોહિત શર્મા અને વિરાટ કોહલીએ કરી મોટી ભૂલ, BCCIએ આપ્યો આ નિર્દેશ

22 Jun, 22 63 Views

ઈંગ્લેન્ડ અને ભારત વચ્ચે 1 જુલાઈથી ટેસ્ટ મેચ શરૂ થશે

IND vs ENG: ઇંગ્લેન્ડ (England) પ્રવાસ પર ગયેલી ભારતીય ક્રિકેટ ટીમ (Indian cricket team) હાલ પ્રેક્તિસમાં વ્યસ્ત છે. જોકે, ઇંગ્લેન્ડમાં ટેસ્ટ મેચ (Test Match) શરૂ થાય તે પહેલા ભારતીય ટીમ મુશ્કેલીમાં ફસાયેલી જોવા મળી રહી છે. ભારતના સ્ટાર ઓફ સ્પિનર ​​આર અશ્વિન  (R Ashwin) કોવિડ-19 પોઝિટિવ (Corona Positive) આવતા ટીમ સાથે ઈંગ્લેન્ડ જઈ શક્યા નથી. બીજી તરફ ઈંગ્લેન્ડ પહોંચતાની સાથે જ કેપ્ટન રોહિત શર્મા (Rohit Sharma) અને વિરાટ કોહલી (Virat Kohli)ની ફેન્સ સાથે તસવીરો આવવા લાગી. જેને લઈને બીસીસીઆઈ (BCCI)એ તેના ખેલાડીઓને કોરોનાના ખતરાને જોતા કોવિડ 19 પ્રોટોકોલનું કડક પાલન કરવાની સૂચના આપી છે.

બીસીસીઆઈના કોષાધ્યક્ષ અરુણ ધૂમલે કહ્યું કે, 'ઈંગ્લેન્ડમાં કોરોનાના કેસમાં ઘટાડો થયો છે. પરંતુ આપણા ખેલાડીઓએ સાવચેત રહેવું પડશે. અમે આપણા ખેલાડીઓને વધુ સાવચેત રહેવા માટે કહીશું. આમ, બીસીસીઆઈએ ખેલાડીઓને કોરોનાથી સાવચેત રહેવા જણાવ્યું છે. ખેલાડીઓની સુરક્ષા માટે, કોવિડ 19 પોઝિટિવ નીકળનાર ક્રિકેટરને પાંચ દિવસ માટે આઇસોલેશનમાં રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કારણ કે,
ઈંગ્લેન્ડમાં કોરોનાનો ખતરો હજુ યથાવત છે. ઈંગ્લેન્ડમાં દરરોજ લગભગ 10 હજાર કોરોનાના કેસ સામે આવી રહ્યા છે. ત્યારે ખેલાડીઓએ કેટલીક તકેદારી રાખવી જરૂરી છે.


ઉલ્લેખનિય છે કે, ઈંગ્લેન્ડ અને ભારત વચ્ચે 1 જુલાઈથી શરૂ થનારી ટેસ્ટ ગયા વર્ષે જ રમવાની હતી. પરંતુ તે સમયે પણ કોરોનાના કેસ સામે આવતાં આ ટેસ્ટ મેચ રદ કરવામાં આવી હતી. આ દરમિયાન ભારતીય ટીમ માટે રાહતની વાત એ છે કે અત્યાર સુધી આર અશ્વિન સિવાય અન્ય કોઈ ખેલાડી કોવિડ 19 પોઝિટિવ આવ્યો નથી. 

advertisment image